તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની બીજી લહેર:સામખિયાળીમાં ઘરો ઘર માંદગીના ખાટલા

સામખિયાળી13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાની બીજી લહેર વચ્ચે વાયરલ બીમારીનો ભરડો: દવાખાના દર્દીઓથી ઉભરાયા
 • તંત્ર અસરકારક પગાલ નહીં ભરે તો પરિસ્થિતિ વણસશે: ગામના 15 જેટલા ખાનગી દવાખાના હાઉસ ફૂલ બની જતાં દર્દીઓને હાલાકી

આસપાસના 20 જેટલાં ગામો અને 15થી વધુ ઔદ્યોગિક ગૃહો માટે કેન્દ્ર સમા ભચાઉ તાલુકાના સામખિયાળીમાં છેલ્લા કેટલાક સમયથી ઘરો ઘર માંદગીના ખાટલા જોવા મળે છે. કોરોનાની બીજી લહેર વચ્ચે સંભવત: વાયરસના કારણે ફેલાઇ રહેલી બીમારી માટે આરોગ્ય વિભાગ દ્વારા અસરકારક પગલાં નહીં ભરાય તો પરિસ્થિતિ વણસી જશે. રોગચાળો એટલી હદે વકર્યો છે કે, ગામના 15 જેટલા ખાનગી દવાખાના હાઉસ ફૂલ બની જતાં દર્દીઓને હાલાકી વેઠવી પડે છે.

સ્થિતિની ગંભીરતાને લઇ ભાસ્કરની ટીમે ખાનગી ક્લિનિક્સની મુલાકાત લેતાં તમામાં પથારીઓ ભરાયેલી જોવા મળી હતી. બોટલ ચડાવવા માટે દર્દીઓ કણસતી હાલતમાં પોતાનો વારો આવે તેની રાહમાં ઉભેલા જોવા મળ્યા હતા જે પૈકીના મોટા ભાગના આસપાસના ગામોમાંથી આવ્યા હોવાનું જણાયું હતું. એક દર્દીને પૂછતાં તેમણે માથાનો દુખાવો, શરદી, કળતર અને તાવની સાથે ઝાડા-ઉલટીના લક્ષણો હોવાનું કહ્યું હતું. વાયરસથી ફેલાઇ રહેલી આ બીમારી સામે જો તંત્ર તાત્કાલિક પગલા નહીં ભરે તો ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા જેવો તાલ થશે તેમ તેણે જણાવ્યું હતું. દરમિયાન ડો. હરેશ પરમારે ઋતુ બદલતાં લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે તેમ કહેતાં વાયરલ ફીવરના લક્ષણો હોવાનું કહ્યું હતું.

પરીક્ષણ નહી કરાય તો કોરોના વિસ્ફોટની ભીતિ
જેમ હવાઇ યાત્રા કે રેલવેની મુસાફરી માટે કોરોનાનો ટેસ્ટ ફરજીયાત કરાયો છે તેમ સામખિયાળીમાં નિદાન અને સારવાર માટે આવતા તમામ દર્દીઓનું પરીક્ષણ ફરજીયાત કરવામા આવે તે સમયની માગ છે. જો આવા પગલા નહીં ભરાય તો કોવિડનો વિસ્ફોટ થશે અને તેના પર નિયંત્રણ મુશ્કેલ બની જશે તેવી ભીતિ કેટલાક જાગૃત ગ્રામજનોએ વ્યક્ત કરી હતી.

કોરોનાનો ટેસ્ટ કરાવો, રસી મુકાવો : BHO
ઝડપભેર ફેલાઇ રહેલી બીમારી વિશે પૂછતાં ભચાઉના બ્લોક હેલ્થ ઓફિસર ડો. એ. કે. સિંઘે ગભરાવાની જરૂર નથી તેમ કહેતાં લોકો કોરોનાનો ટેસ્ટ કરાવે અને રસી પણ લે તેવું ભારપૂર્વક કહ્યું હતું.મિશ્ર ઋતુના કારણે બીમારી જોવા મળી રહી છે તે કહીને તેમણે કોરોનાની માર્ગદર્શિકાનું ચૂસ્ત પાલન કરવા માટે સૂચવ્યું હતું.

ટેસ્ટ કરાવો તો મોટા ભાગના પોઝિટિવ આવે
ખાનગી ક્લિનિકના એક તબીબે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, હાલે જે બીમારી ફેલાઇ છે તેના લક્ષણો કોવિડ જેવા જ છે તેને જોતાં જો પરીક્ષણ કરાવાય તો 70 ટકા જેટલા દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવે તેમ છે. નાના-મોટા દવાખાનામાં આવતા તમામ દર્દીઓનો ટેસ્ટ કરવવો આવશ્યક છે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો