તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખોખલા દાવા:નજીવા વરસાદમાંજ પ્રિ- મોનસુન કામગીરીના ખોખલા દાવા ખૂલ્યા

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય વરસાદમાં ભારતનગરના માર્ગો થયા પાણી પાણી
  • વીજળી પાંચ વાર આવ જા કરીને, બે કલાકથી વધુ સમય ડુલ રહી

ગાંધીધામમાં હજી તો મોનસુનનો સતાવાર પ્રવેશ પણ નથી થયો અને તે પહેલા નજીવા વરસાદમાંજ નગરપાલિકા અને વીજતંત્રના પ્રી મોનસુન કામગીરીની પોલ ખોલી નાખી હોય તેમ પાણી ભરાઈ ગયા હતા અને વીજળી ડુલ થઈ ગઈ હતી.

ગુરુવારના સવારે ગાંધીધામમાં વરસાદ પડ્યો હતો, ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, તો જે વિસ્તારની વર્ષો જુની ફરિયાદ છે તે જનતા કોલોની કોર્નર અને ભારતનગર વિસ્તારમાં પણ પાણી ભરાતા પ્રી મોનસુન કામગીરીના દાવાઓની સત્યતા સામે આવી ગઈ હતી. તો વીજતંત્ર પણ થોડા વરસાદ બાદજ સવારથી પાણીમાં બેસુ ગયું હોય તેમ વીજળી બંધ થઈ ગઈ હતી અને ત્યારબાદ ચાર થી પાંચ વાર આવ જા કર્યા બાદ બે થી ત્રણ કલાકે આવી હતી. જેના કારણે બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...