સંસ્કૃતિ સંવર્ધન:ગૌશાળાના લાભાર્થે સામાજિક સંસ્થાઓ દ્વારા નિર્મિત હેન્ડમેડ છાણાથી બનેલી હોળી પ્રગટશે

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરંપરાનું નિર્વહન સાથે ગૌશાળાઓને મદદરૂપ નવતર પહેલ
  • સર્વજીવન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા 2 લાખ છાણા બનાવવા માટે વર્કશોપ યોજાશે

સંસ્કૃતિ અને પ્રકૃતિ સંવર્ધન સાથે ગૌશાળાઓને મદદરુપ થવાના ઉદેશ્ય સાથે અંતરજાળના સર્વજીવન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા નવતર પહેલ કરીને ગૌશાળાઓમાં વર્કશોપ યોજીને 2 લાખ છાણા હોળી પહેલા તૈયાર કરવાનું મહાઅભિયાન હાથ ધરાયું છે. કોરોના કાળમાં લોકડાઉનનો સમયગાળો વિવિધ પ્રયોગો કરીને યજ્ઞ સામગ્રી મીશ્રીત દેશી ગાયના છાણથી નિર્મીત પંચગવ્ય સમીધા બનાવનારા સંસ્થાના સ્થાપક મુકેશભાઈ બાપટ દ્વારા ગૌશાળાઓમાં વર્કશોપ યોજીને હોળી પહેલા 2 લાખ છાણા બનાવવાના પ્રોજેક્ટનો આરંભ કરાયો છે.

તેમણે જણાવ્યું કે આ અભિયાન થકી એક કાર્યથી ઘણા સામાજિક ઉદેશ્યોને સિદ્ધ થશે. ગાયનું છાણ હિંદુ પરંપરામાં પ્રવિત્ર છે અને તેના વૈજ્ઞાનિક પ્રમાણો પર સમાયંતરે બહાર આવતા રહે છે. શહેરની મહિલાઓ, લોકોને ગૌશાળા સુધી ખેંચી જઈને પરંપરા સાથે સીધો નાતો બેસાડવાનો પ્રયાસ,જરુરીયાતમંદ મહિલાઓને રોજગારી, ગૌશાળાઓને સીધી મદદ અને વાતાવરણ, મન શુદ્ધીના મુળ ઉદેશ્ય પણ સધાશે. દેશીગાયના છાણથ નિર્મીત સમીધાને સ્વામી જ્ઞાનાનંદ મહારાજ, યજ્ઞદેવજી સહિતના મહાનુભાવોનો આર્શીવાદ પણ પ્રાપ્ત થયેલો છે ત્યારે આ અભિયાનમાં જોડાવા ઈચ્છુક મહિલા સંગઠનો, સામાજિક સંસ્થાઓ અને છાણા મેળવવા માંગતા હોળી સંચાલકોએ 94266 23965 પર સંપર્ક સાધવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...