મોકડ્રીલ:હાઈજેક પ્લેન ઉતરતા ઘર્ષણ આતંકી મર્યો, 3 ઝડપાઈ ગયા,  કંડલા એરપોર્ટ ઓથોરિટી, પોલીસ વગેરેનું રીહર્સલ

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એરોડ્રમમાં રીફીલીંગ માટે પ્લેન ઉતાર્યાની સ્થિતિ ઉભી કરાઈ

કંડલા એરપોર્ટ પર આંતકવાદીઓએ હાઈજેક કરેલું પ્લેન રીફ્યુલીંગ માટે ઉતાર્યું હોવાની મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં સુરક્ષા જવાનોએ ચાર આંતકીઓમાંથી એકને મારી નાખીને ત્રણને ઝડપી પાડ્યા હતા.એરપોર્ટ ઓથોરીટીની દોરવણીથી પુર્વ કચ્છ એસઓજી, પોલીસ સહિતના વિભાગો દ્વારા સંયુક્ત મોકડ્રીલ કંડલા એરપોર્ટ પર યોજાઈ હતી. જેમાં ચાર આંતકવાદીઓએ વીટી એક્સવાયઝેડ એરક્રાફ્ટને હાઈજેક કર્યું હોવાનું અને કંડલાના એરસ્પેસમાં આવીને રીફ્યુલીંગ માટે એરપોર્ટ પર લેન્ડ કર્યું હતું.

જેની જાણ થતાજ એરપોર્ટ ઓથોરીટીએ સ્થાનિક સુરક્ષા તંત્રને સતર્ક કર્યા હતા, જેથી કાયદાના રખેવાળો, એરપોર્ટ સુરક્ષા, એસઓજી સહિતનાએ સ્થળ પર દોડી જઈને પ્લેનમા રહેલા આંતકીઓને પડકારતા બન્ને પક્ષેથી ફાયરીંગ શરૂ થઈ ગઈ હતી અને ઘર્ષણ શરૂ થયું હતું. અંતે દેશના જાબાંજ જવાનોએ ચારમાંથી ત્રણ આંતકીઓને જીવતા પકડી પાડી તેમની પાસેથી હથીયારો કબ્જે કર્યા હતા તો એક આંતકી ને ઠાર કર્યો હતો.

એક પ્રવાસી અને સીક્યોરીટી ઓફિસર પણ આ મોકડ્રીલમાં ઘાયલ થઈ હોવાનો અંદાજો ઉભો કરાયો હતો. એસડીએમની આગેવાની હેઠળ કરાયેલી આ મોકડ્રીલમાં ડીવાયએસપી ડી.બી. વાઘેલા, એસઓજી પીઆઈ ડી.બી. પરમાર,એરપોર્ટ ડાયરેક્ટર સંજીવ મંઘલ, આઈબી, સ્ટેટપોલીસ સહિતની ટીમ સામેલ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...