તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:એક જ દિવસમાં સૌથી વધુ વેક્સિન અપાઇ, રાજ્યમાં 82.13 ટકાની કામગીરી સાથે તાલુકામાં સાતમો ક્રમ : શનિવારે 5905ને અપાઇ વેક્સિન

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિન આપવામાં આરોગ્ય વિભાગને મળી સફળતા : 1,86,247નો ટાર્ગેટ : રસીની અછત ન સર્જાઇ હોત તો આંકડો વધત

કોરોનાની લહેરમાં અગાઉ સલામત રહેલા ગાંધીધામે વેક્સિન આપવાની દિશામાં પણ સારી એવી નમૂનેદાર કામગીરી કરી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. અત્યાર સુધી 3.15 લાખની વસ્તી પૈકી 1.86 લાખને વેક્સિન આપવામાં સફળતા મળી છે. જેમાં સૂત્રોના દાવા મુજબ રાજ્યમાં તાલુકાઓમાં સાતમો ક્રમ મેળવ્યો છે. આજના દિવસે 5905 લોકોને 14 સેન્ટર ઉપર રસીકરણની વ્યવસ્થા ઉભી કરાઇ હતી જેમાં આવરી લીધા છે, જે સંભ‌વત એક દિવસનો વિક્રમ ગણી શકાય તેમ છે.

શહેર અને તાલુકામાં કોરોનાની લહેરમાં 10થી વધુ લોકોએ જાન ગુમાવ્યા હતા. શહેરના જુદા જુદા વિસ્તારોથી લઇને સોસાયટીમાં કોરોનાનો પગ પેસારો લોકડાઉન ખૂલ્યા પછી થયો હતો. જોકે, લોકડાઉન પહેલા સલામત રહેલા સંકુલમાં જો ગીચ વિસ્તારોમાં વધુ પોઝિટિવ કેસ નિકળશે તેવી આશંકા પણ સેવાઇ રહી હતી. અલબત ગીચ વિસ્તારો ગણાય તેમાં પ્રથમ તબક્કે એવા કોઇ વધારાના કેસ જોવા મળ્યા ન હતા. દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા રોજેરોજ મોનીટરીંગ કરીને પગલા ભરવાનું શરૂ કર્યું હતું.

પ્રાંત ઓફિસર ડૉ. જોશી, તાલુકા વિકાસ અધિકારીથી લઇને પાલિકાના ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડા, વગેરેના સહયોગ સાથે આરોગ્ય વિભાગે ઝુંબેશ શરૂ કરી હતી અને તબક્કાવાર લીધેલા પગલા પછી આજે જે પરીણામ આવી રહ્યું છે તે પણ આરોગ્ય વિભાગની ટીમમાં ડૉ. દિનેશ સુતરીયા તથા તેના સ્ટાફનો સહયોગ નાનો સુનો ગણી શકાય તેમ નથી.

સૂત્રોના દાવા મુજબ આજે એક દિવસમાં 5000થી વધુ લોકોને આરક્ષીત કરવાના હેતુથી વેક્સિન આપવામાં આવ્યું છે જે અત્યાર સુધી જિલ્લામાં તો વધુમાં વધુ છે પણ અન્ય સ્થળે પણ આ આંકડો વધુ હોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, વચ્ચેના કેટલાક સમયમાં રસીની અછત સર્જાઇ હતી. કલાકો સુધી લોકોને લાઇનમાં ઉભા રહેવાની નોબત પણ આવી હતી. જો પુરતો સ્ટોક મળ્યો હોત તો આંકડો વધે તેવી સંભાવના છે.

નાકોડાનગરમાં 220એ વેક્સિન લીધી
નાકોડા પાર્શ્વનાથ નગર, 6/Bમાં નાકોડા પાર્શ્ચનાથ જૈન સંઘ, લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામ ન્યૂ હોરીઝોન દ્વારા વેક્સિન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વેક્સિન આપવાના કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી. શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ ઠક્કર, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. દિનેશ સુતરીયા, ગૌત્તમ પુંજ, નંદુ મીઠવાણી, સંદીપ શાહ, વગેરે હાજર રહ્યા હતા. આ પ્રસંગે ભાજપની નગરસેવીકા ઉષા મીઠવાણીએ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. 220 જેટલા લોકોએ આજના દિવસે આ કેમ્પનો લાભ લીધો હોવાના સંકેત મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...