તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંત્રીએ ધ્યાન દોર્યું:કોરોના કાળમાં કચ્છના કલાકારોને સહાય આપો

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રીએ ધ્યાન દોર્યું

કોરોના મહામારી અને તેના કારણે ઉભી થયેલી મોંઘવારી અને અન્ય સમસ્યાઓએ માજા મુકી છે ત્યારે સામાન્ય વ્યકિતની સાથે મધ્યમ વર્ગની દશા પણ દયનીય બની ગઈ છે. આ વચ્ચે કચ્છ જિલ્લા ની કલા, સંસ્કૃતિ અને સભ્યતાને ઉજાગર કરતાં વિવિધ ક્ષેત્રના લોક કલાકારો તેમજ બોલીવુડની ફિલ્મોમા વિવિધ સ્વરૂપે કામ કરી ચૂકેલા સહ કલાકારો લોક ડાઉનના કારણે આર્થિક રીતે ગંભીર કટોકટી માંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે સરકાર અને ફિલ્મઉદ્યોગ તેમની સહાયતા કરે તેવું સૂચન કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના મંત્રી ગોવિંદ દનીચા દ્રારા કરવામાં આવ્યું હતું.

કચ્છ ની ધરતી ઉપર અનેક ફિલ્મો અને ટીવી સિરિયલો નિર્માણ પામી છે અને અનેક ફિલ્મો ખૂબ સફળ પણ થઈ છે, જેમણે કરોડો રૂપિયાની કમાણી પણ કરી છે. થોડા સમય અગાઉ મુંબઈમા બોલિવુડ ના જાણીતા અભિનેતાઓ દ્રારા બોલિવૂડના નાના સહાયકોને તેમના બેન્ક ખાતાઓમાથી ડાયરેક્ટ રૂપિયા મોકલ્યા હતા, ત્યારે કચ્છ ના કલાકારોને સરકાર તેમજ બોલીવુડના ફિલ્મ નિર્માતા અને અભિનેતાઓ અહીંના કલાકારો નું સરવે કરી તેમને આર્થિક સહાય કરે તેવી માંગ દનીચા દ્વારા કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...