તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં પલ્ટો:જોરદાર વરસાદે વિવિધ વિસ્તારની હાલત બગાડી

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભારતનગર - Divya Bhaskar
ભારતનગર
  • સાંજે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો અને અંધકાર છવાયો : જનજીવનને વ્યાપક પણે પડી અસર : બે ઇંચ વરસાદ
  • અંદાજે પોણા કલાક સુધી મેઘરાજાએ રમઝટ બોલાવી
  • પાલિકાની પોલ ફરી એક વખત ખુલી પડી ગઇ
  • મામલતદાર કચેરીના ફ્લડ કંટ્રોલનો ફોન પણ મુંગો મંતર થયો

પાલિકા દ્વારા પાણીનો નિકાલ કરવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છેતેવા દાવાની પોલ મેઘરાજાએ ખોલી નાખી હતી. આજે સાંજના સમયે જોરદાર વરસાદી ઝાપટાએ રંગત ફેલાવીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થતાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને મામલતદાર કચેરી રોડ કે જ્યાં ડિવાઇડરની વ્યવસ્થા કરવામાં આવ્યા પછી નવા રોડમાં પાણીના નિકાલ માટે આયોજનનો અભાવ દેખાયો હતો. અંધકાર ભર્યા માહોલમાં અંદાજે પોણા કલાક સુધી મેઘરાજાએ હાજરી પુરાવી હતી. 57 એમએમ છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયો છે.

સુંદરપુરી
સુંદરપુરી

સાંજે 6 કલાક બાદ જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. જેને લઇને શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણી પાણી જેવી સ્થિતિ થઇ ગઇ હતી. જ્યાં પાણીનો નિકાલ થઇ શક્યો ન હતો. આવા સ્થળોમાં મુખ્ય બજાર, પ્રમુખ- ઉપપ્રમુખના વોર્ડ એવા લીલાશાહ, અન્ય સ્થળોનો પણ સમાવેશ થાય છે. ભારતનગરની સરસ્વતિ વિદ્યાલયથી ગોપાલપુરી, ખોડિયારનગર ત્રણેય તરફ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જોકે, મામલતદાર કચેરીનો ફ્લડ કંટ્રોલનો ફોન બપોર સુધી ચાલું રહ્યાના દાવા બાદ બગડી ગયાનું બહાર આવ્યું હતું. નાયબ મામલતદાર જોશીએ જણાવ્યું હતું કે, બીએસએનએલમાં જાણ કરી છે. ઉલ્લેખનીય છે કે, લોકોને આ ફોન પર અસ્થાયીરૂપથી બંધ કરાયો હોવાની કેસેટ સાંભળવા મળી હતી.

પાણીનો નિકાલ કરવા તંત્ર વામણું
નગરપાલિકા દ્વારા પાણીનો નિકાલ થાય તે માટે 25 લાખથી વધુના ખર્ચે નાળાની સફાઇ કરવામાં આવી છે અને અગાઉ 15 કરોડના ખર્ચે નાળા અદ્યતન બનાવવાની દિશામાં પગલા ભરાયા હતા. ત્યાર બાદ સરદાર પટેલની પ્રતિમા પાસે હાઇવે પર પાણી નહીં ભરાય તે સહિતની જાહેરાતો કરવામાં આવી હતી.

પાણીનો નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ ગયું હતું. જેને લઇને મુખ્ય બજારમાં પણ ઘણા ખરા સ્થળો પર પાણી ભરાયા હતા. મોલ, શોપિંગ મોલ આવેલા છે તેવા ભાજપના કાર્યાલય પાસે પણ આવી સ્થિતિ જોવા મળી હતી. અગાઉ આ વિસ્તારમાં રોડ બનાવવામાં આવ્યો ત્યારે પાણીનો નિકાલ થઇ જશે તેવો દાવો પણ કરાયો હતો.

વરસાદી નાળાની સફાઇના કામમાં પ્રજાના પૈસાનો વેડફાટ
નવી સુંદરપુરીમાં થોડાક વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાણા અને રામબાગ રોડ ઉપર મોટા મોટા ખાડા પડી જવાના કારણે વાહનચાલકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે પાણી ભરાઈ જવાના કારણે ખાડાઓ દેખાતા નથી જેના લીધે વાહનચાલકો તેમજ લારી શાકભાજીવાળા રેકડી પડી જવાના કારણે શાકભાજી વાળા ને બહુ નુકસાન ભોગવી રહ્યા છે.

વરસાદી નાળા સફાઈ ના ના થવાના કારણે પાણીનો નિકાલ થયેલ નથી. પાલિકા વિકાસમાં કામોમાં દ્વારા લાખો રૂપિયાનો ખર્ચમાં આવી રહ્યા છે પરંતુ નિચાંણ વિસ્તારો માં પાણી ભરાઈ જવાના કારણેપરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. કોંગ્રેસના મહામંત્રી લતીફ ભાઈ ખલીફાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...