આયોજન:તાલુકા પંચાયતની ખાસ સભા બોલાવાતા રાજકારણમાં ગરમી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આયોજનની દરખાસ્ત મોકલી અપાશે
  • 15મા નાણાપંચના આયોજન માટે 18મીએ મીટિંગનું આયોજન

ગાંધીધામ તાલુકા પંચાયતની ખાસ સભા બોલાવવાનો એજન્ડા બહાર પાડવામાં આવતાં જ રાજકારણમાં ગરમી આવી છે. તા.23ના બપોરે 1 કલાકે બોલાવવામાં આવેલી દરમિયાન 15મા નાણાપંચ માટે જિલ્લા કક્ષાએ દરખાસ્ત મોકલવાની હોવાથી 18મીએ સંબંધિતોની બેઠક પણ તાલુકા પંચાયત દ્વારા બોલાવાઇ છે. તાલુકા પંચાયતના પ્રમુખ ભરતસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, 15મા નાણાપંચ અંતર્ગત જિલ્લા- તાલુકા કક્ષાની ગ્રાન્ટના આયોજન માટે માર્ગદર્શીકા આપવામાં આવી છે.

જે મુજબ નિયત થયેલા નવા સેક્ટર વાઇસ આયોજન કરી તાલુકા પંચાયતની સામાન્ય સભાની બહાલી મેળ‌વીને જિલ્લા કક્ષાએ મોકલવાની હોવાથી 18મીએ તાલુકા સમિતિની મીટિંગ બોલાવી છે. આ આયોજન તૈયાર કરવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હોવાથી 17મી પહેલા સૂચનો મોકલી આપવા તલાટી, સરપંચ, સભ્યોને અનુરોધ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, નાણાપંચની ગ્રાન્ટના મુદ્દે જિલ્લા કક્ષાએ વાદ-વિવાદો થઇ ચૂક્યા છે.

સામાન્ય સભા કેમ નથી બોલાવતા : વિપક્ષ
વિપક્ષના નેતા અલ્પેશ જરૂએ તાલુકા પંચાયતના પ્રમુખને પત્ર પાઠવી જણાવ્યું છે કે, નવી બોડીની રચનાને સાત મહિનાનો સમય થઇ ગયો છતાં આજ સુધી સામાન્ય સભા કેમ બોલાવવામાં આવી નથી. પંચાયત ધારા નિયમ હેઠળ ત્રણ મહિનામાં સામાન્ય સભા બોલાવવી જરૂરી છે. છતાં ન બોલાવવાનું કારણ શું? સામાન્ય સભા બોલાવવામાં આવે તો સભ્ય પ્રશ્નોત્તરી પણ કરી શકે અને તેન સમય એક કલાક રાખવા પણ માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...