રસીકરણ વ્યવસ્થા:હેલ્થ વર્કર, 60 વર્ષથી ઉપરના વગેરે 15 હજારથી વધુને આજથી ડોઝ અપાશે

ગાંધીધામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 9 મહિના કે 39 અઠવાડીયા પૂર્ણ કરનારને અપાશે રસી
  • બુસ્ટર ડોઝ અપાવવા માટે રામબાગ હોસ્પિટલ સહિત 20 સ્થળો પર વ્યવસ્થા

60 વર્ષથી ઉપરના અને હેલ્થ વર્કર ફ્રન્ટલાઇનરને પ્રિકોશન ડોઝ આપવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આ‌વી છે. 9 મહિના કે 39 અઠવાડીયા પૂર્ણ થયેલા સિનિયર સિટિજન વગેરેને આવરી લેતી આ કામગીરીમાં અંદાજે 15 હજારથી વધુને ડોઝ આપવા માટે આવતી કાલે સોમવારથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલી આ વ્યવસ્થામાં ગાંધીધામની રામબાગ હોસ્પિટલ સહિત 20 સ્થળો પર વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાની વિગત મળી રહી છે.

જાણકાર વર્તૂળના જણાવ્યા મુજબ ફ્રન્ટલાઇન વર્કર, હેલ્થ કેર વર્કર અને 60 વર્ષથી ઉપર જેેને ડોઝ લીધાને 9 મહિના પુરા થયા હોય અને મેસેજ આવ્યો હોય અને બીજા ડોઝનું સર્ટીફિકેટ લઇને આવે તેને માટે વેક્સિન આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. બે ડોઝ લીધેલાને વધુ જોખમ સામે વધુ સુરક્ષાથી લઇને અનેકવિધ બાબતોને લઇને જે વ્યવસ્થા ગોઠવવામં આવી છે.

તેમાં જાન્યુઆરી માસના અંત સુધીમાં અંદાજે 15 હજાર લોકોને રસી આપીને આરક્ષીત કરવામાં આવે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ- આદિપુરમાં વેક્સિનના ડોઝ આપવાની પ્રક્રિયામા નમૂનેદાર કામગીરી અગાઉ થઇ ચુકી છે અને તેની નોંધ પણ લેવામાં આવી ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...