ધરપકડ:ઓશિયા મોલમાં ચોરી કરી જયપુર ભાગતો એક શામળાજીથી ઝડપાયો

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોલમાં જ કામ કરતો મૂળ યુપીનો આરોપી 2.85 લાખની મત્તા સાથે જબ્બે
  • આજે વધુ આરોપીઓ અંગે ગાંધીધામ પોલીસ કરી શકે છે ખુલાસોઃ કુલ 4 આરોપી હોવાની શંકા

ગાંધીધામના રોટરી સર્કલ પાસે આવેલા ઓશીયા મોલમાં 14 લાખની કુલ કિંમતની મુદામાલની ચોરી અને નુકશાની કર્યાની ઘટના સામે આવ્યા બાદ પોલીસે હરકતમાં આવતા કેસનો મહતમ હદે ઉકેલાઈ ચુક્યો છે. અરવલ્લી પોલીસે ચોરીના મુદામાલ સાથે રાજસ્થાન ભાગવાની ફીરાકમાં રહેલા એક આરોપીને ચોરીમા ગયેલા ચાંદીના સીક્કા અને રોકડ મળીને કુલ 2.85 લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો. નોંધવુ રહ્યું કે આ ચોરીના પ્રકરણમાં હાલમાં કામ કરતા લોકોની સામેલગીરીજ સામે આવી રહી છે, જેમાં કુલ ચાર લોકો સામેલ હોવાનો શક વ્યક્ત વ્યક્ત કરાઈ રહ્યો છે.

ગાંધીધામમાં ઓશીયા પોલીસમાં ચોરીને અંજામ આપનારા કેટલાક શકમંદોને પોલીસે ઝડપ્યા હોવા છતાં કેસની આખી ગુથ્થી સુલજાવવાની બાકી હોઇ તે અંગે મગનું નામ મરી પડાતું નહતું. દરમ્યાન મોડાસાના અરવલ્લીની લોકલ ક્રાઈમ બ્રાંચે આજ કેસમાં એક આરોપીને પકડી પાડ્યાની સતાવાર જાહેરાત કરી હતી. એલસીબીની ટીમને બાતમી હતી કે આ ચોરીને અંજામ આપનાર વડોદરાથી સ્નેહલતા ટ્રાવેલ્સની બસમાં બેસીને ગોધરા- શામળાજી થઈને જયપુર તરફ જનારો છે.

જે આધારે આરોપી માધવ પ્રેમસિંગ ગોપી જાટવ (રહે.,સુમસાવદ, આગ્રા, યુપી) ને રોકડ 1.78 લાખ,ચાંદીના નાના મોટા 31 સિક્કા અને બે ફોન મળીને કુલ2,85,500ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પુછપરછમાં અન્ય સહઆરોપીઓ સાથે તેણે ઓસીયા મોલમાં ચોરી કર્યાની કબુલાત કરી હતી. પોલીસે આરોપીને ઝડપીને શામળાજી પોલીસ મથકે સોંપ્યો હતો. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એમ. જાડેજાએ કેસનો ભેદ સુલજાઈ ગયો હોવાનું અને જલદી આ અંગે જાહેરાત કરાશે તેવા સંકેત આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...