કાર્યવાહી:પોલીસ ચોકી સામે ટ્રાફિક વોર્ડનને ઠોકરે ચડાવીને કાર ભગાવી મુકી

ગાંધીધામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માસ્ક ચેકિંગમાં દંડ ભરવાનું કહેતા ટ્રાફિક વોર્ડનને ઘસેડ્યો
  • આદિપુર પોલીસે પીછો કરી અંતરજાળ ગેટ પાસે થોભાવી, ચાલક ભાગી ગયો

આદિપુર પોલીસ સ્ટેશન સામેજ પોલીસ દ્વારા ચાલતા ચેકિંગ દરમ્યાન આવી ચડેલા કાર ચાલકને દંડ ભરવાનું કહેતા તેણે કાર પાસેજ ઉભેલા ટ્રાફિક વોર્ડનને ટક્કર મારીને કાર ભગાવી મુકી હતી. જેનો પોલીસે પીછો કરતા અંતરજાળ પાસે થોભાવી દેવાયો હતો, જ્યાં તે કાર મુકીને ભાગી છુટ્યો હતો. પોલીસે કાર કબ્જે કરી લીધી છે.

આદિપુર પોલીસ મથકે ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ નિભાવતા દલજીતસીંગ અમરસીંગ શીખએ જાણવા જોગ નોંધાવી હતી કે રવિવારના સાંજે 6 વાગ્યાના અરસામાં આદિપુર પોલીસ સ્ટેશન સામે માસ્ક, કાર ચેકિંગ ચાલતું હતું ત્યારે પસાર થતી ક્રેટા જીજે 12 ડીએસ 7186 વાળાએ પુરજડપે કાર હંકારીને સ્થળમાંથી નાશી છુટવા ત્યાં ઉપસ્થિત ટ્રાફિક વોર્ડન દલજીતસીંગને અડફેટમાં લઈ ભાગી છુટ્યો હતો. જેમાં વોર્ડનને બન્ને પગમાં અને કમરમાં છોલછાલ જેવી ઈજાઓ થતા હોસ્પિટલ લઈ જવાયો હતો. દરમ્યાન સુત્રોએ જણાવ્યું હતું કે આરોપી કાર ચાલક સ્થળ પરથી ફરાર થતાજ પોલીસે તેનો પીછો કર્યો હતો જે વિવિધ સ્થળોએથી ભાગમભાગ કરીને અંતરજાળ ગેટ પાસે પહોંચ્યો ત્યારે તેને આંતરીને પોલીસે કાર થોભાવવા મજબુર કરી દીધો હતો, પરંતુ ત્યારેજ તે કાર મુકીને સ્થળ પરથી ભાગી ગયો હતો. પોલીસે ક્રેટા કારને જપ્ત કરીને આરોપીની તપાસ હાથ ધરી હતી. દરમ્યાન સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...