તપાસ:ભિક્ષુક પાસે પૈસા માગ્યા, ના પાડી તો માથું ફોડી નાખ્યું

ગાંધીધામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં આવા બનાવો પણ બની શકે !
  • ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરાયો

ગાંધીધામ બસસ્ટેશનની બહાર ફૂટપાથ પર સૂતેલા ભિક્ષુક પાસે એક વ્યક્તિએ પૈસાની માગણી કરી, જેમાં ભિક્ષુકે પૈસા આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા એ વ્યક્તિએ પંચ માથામાં મારી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ બી-ડિવિ. પોલીસ મથકે નોંધાઇ છે. મુળ નડિયાદનો હાલે ગાંધીધામ બસસ્ટેશન પાસે ફૂટપાથ પર ચાલી શકતા ન હોવાને કારણે 6 માસથી ભિક્ષુક જીવન ગાળતા 52 વર્ષીય હિતેષ ચંદ્રકાન્ત દેસાઇ તા.16/11 ના રોજ રાત્રે 9 વાગ્યે બસ સ્ટેશન બહાર ફૂટપાથ પર તેના સાથિ ભિક્ષુક કન્ના આયર સાથે બેઠા હતા.

જમીને તેઓ સૂતા હતા ત્યારે ઇન્દિરાનગરમા઼ રહેતો વિજય નામનો વ્યક્તીએ આવીને તેમની પાસે રૂપિયાની માગણી કરી હતી. તેમણે રૂપિયા આપવાની ના પાડતાં વીજયે તેમની સાથે ઝપાઝપી કરી હાથમાં રાખેલું પંચ તેમના માથામા઼ ફટકારી દેતા઼ માથામાં ફ્રેક્ચર સહીતની ઇજાઓ પહોંચી હોવાનું તેમણે બી-ડિવિઝન પોલીસ મથકે કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું. તેમને 108 મારફત પ્રથમ રામાગ લઇ જવાયા બાદ વધુ સારવાર માટે ભુજ ખસેડાયા હતા. ઔદ્યોગિક નગરી ગાંધીધામમાં ભિક્ષુક પાસે પણ પૈસા માગી અને જો ન આપે તો માર મારવાની ઘટનાઓ બને છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...