કાર્યવાહી:ગાંધીધામમાં ઘર મૂકી નિરાધાર બનેલી પરિણીતા માવતરને સોંપાઇ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 181 મહિલા અભયમની ટીમ ભટકી રહેલી મહિલાના વહારે આવી
  • સાસરિયાના ત્રાસથી ઘર મુક્યું હોવાનું કાઉન્સેલિંગમાં બહાર આવતાં પિયરમાં સોંપાઇ

ગાંધીધામ વિસ્તારમાં મોડી રાત્રે નીરાધાર બનેલી પરિણીતાને 181 મહિલા હેલ્પ લાઇન અભયમની ટીમે કાઉન્સેલિંગ કરી તે સાસરિયાના ત્રાસને કારણે ત્યાં જવા ન માગતી હોઇ માવતરને સુખરૂપ પહોંચાડી વધુ એક મહિલાની વહારે આવી હતી.

આ બનાવની વિગતો આપતાં બારડ નિરૂપાબેને જણાવ્યું હતું કે, ગત રાત્રે 12 વાગ્યે એક સજ્જને ફોન કરી 181 મહીલા અભયમને જાણ કરી હતી કે એક મહીલા રોડ પર આમ થી તેમ ભટકી રહી છે. આ ફોન આવતાં જ તેઓ કોન્સ્ટેબલ ચંદ્રીકાબેન સાથે તે મહિલા પાસે પહોંચી ગયા હતા. મહિલાને સ્વસ્થ કરી આશ્વાસન આપી કાઉન્સેલિંગ કરાયું હતું જેમાં આ મહીલાએ જણાવ્યું હતું કે, તેના લગ્નને બે વર્ષ થયા છે.તેમના સાસુ તેમને ખૂબ માનસિક ત્રાસ આપતાં હતા અને સમયસર જમવાનું પણ આપતા ન હતા.

આ ત્રાસથી ઘરે કોઇને જાણ કર્યા વગર દોઢ દિવસથી બહાર નિકળી ગઇ હોવાનું જણાવતાં 181 મહિલા હેલ્પલાઇન અભયમની ટીમે તેમના સાસુ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા જણાવતાં તેમાં પરિણીતાએ ના પાડી અને સાસરીયામા઼ જાવું ન હોવાનું જણાવ્યું હતું. તેઓ પોતાના માવતરના ઘરે જવા માગતાં હોઇ તેમને પિયર સુખરૂપ સોંપાયા હતા. સાસરિયું છોડીને નિકળેલી મહિલા માનસિક તણાવમા઼ લાગતા હોઇ તેના પિયરને પણ સાસરીયા વિરૂધ્ધ કાર્યવાહી કરવાનું જણાવતાં દિકરીના પિતાએ દિકરીના સાસરીયાના ઘરે જઇ 181ને ફોન કરી મદદ લેશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...