તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:હરખપદુડા સભ્યોએ પાણી વાળી લીધું, આદિપુરમાં પાણી વિતરણની ગરબડને લઇને ભાજપમાં જ મચી ગઇ દોડધામ

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડ નં.1ની ઘટનામાં વાલ્વમેનને અને પાણીના વિતરણને લઇને નગરસેવકોને આગેવાનોએ ખખડાવી નાખ્યા

ગાંધીધામ નગરપાલિકામાં પદાધિકારીઓ પાણીની સમસ્યા ઉકેલવા ફાંફા મારી રહ્યા છે. એક સાંધેને તેર તુટે તેવી સ્થિતિમાં જે તે વિસ્તારમાં પાણીની વિતરણ વ્યવસ્થા ન ખોરવાય અને સમયસર પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે વાલ્વમેન તથા પાણી વિતરણની વ્યવસ્થા સંભાળનારને તાકીદ કરવામાં આવ્યા પછી બીજી તરફ કેટલાક વિસ્તારોમાં પાણીનો કકળાટ વધી રહ્યો છે. જેને લઇને ભાજપના જ સભ્યોને લોકોને મોઢું બતાવી શકે નહીં તેવી સ્થિતિમાં મુકાવવું પડી રહ્યું છે.

દરમિયાન આદિપુરમાં એક વોર્ડમાં નવા નિશાળીયા સભ્યોએ પાણીની ફરિયાદ દૂર કરવાના હેતુથી અન્ય વોર્ડનો સમય હતો તે પોતાના વોર્ડમાં પાણીનો ફેરવીને પાણી વાળી લેતાં અન્ય વોર્ડમાં જે થોડું ઘણું પાણી આવવું જોઇએ તે ન આવતાં કકળાટ વધી ગયો હતો. ઉત્સાહી નગર સેવકોએ પાણીની વિતરણ વ્યવસ્થાને હાઇજેક કરી લીધું હોય તેવી સ્થિતિની બાબત બહાર આવતાં જ ભાજપના ચૂંટાયેલા સભ્યોમાં દોડધામ મચી ગઇ હતી. ફરિયાદ કરવામાં આવ્યા પછી આ નગરસેવકોને ખખડાવી નાખવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં આવી પ્રવૃતિ ન કરવા તાકીદ કરવામાં આવી હતી.

શહેરમાં પાણીની વ્યવસ્થા ન ખોરવાય અને લોકોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે પદાધિકારીઓ ભલે મહેનત કરે પરંતુ ભાજપના જ કેટલાક નગરસેવકોની સ્થિતિ કફોડી બની જતાં તેની સહનશક્તિની હદ આવી ગઇ હોય તેવું પણ કેટલાક કિસ્સામાં બની રહ્યું છે. લોકોના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ જઇ રહેલા આ આગેવાનોને કંઇક નવું કરી દેવાની અને લોકોની સમસ્યા હલ કરવાના શુભ પ્રયાસની પાછળ ભરેલા પગલાથી પાલિકામાં આજે ચર્ચાનો વિષય બન્યો હતો. આદિપુર વોર્ડ નં.1ના આ બનાવને લઇને અન્ય વિસ્તારોમાં જ્યાં પાણી આપવાનું હતું ત્યાં પાણી આપી શકાયું ન હતું અથવા તો ઓછું અપાયું હોવાની ફરિયાદ ઉઠતાં જે તે વિસ્તારના નગરસેવકોએ આ બાબતે ફરિયાદ કરતાં ભાજપના મવડી મંડળ દ્વારા સંબંધિત નગરસેવકોને ખખડાવી નાખ્યા હતા.

પાણીનો જથ્થો ક્યાં પહોંચી જાય છે તેની તપાસ થાય તો કઇકને રેલો આવે
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ 33 એમએલડી જેટલું પાણી આવતું હોય તો શહેરમાં પાણી પુરૂં પાડી જ શકાય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આવા સમયે કોઇને કોઇ કારણોસર પુરતા પ્રમાણમાં પાણી લોકો સુધી પહોંચતું નથી તે પણ હકીકત છે. લોકોએ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા પછી ભાજપ પાણી લોકોને પાણી આપવામાં ભાજપ નિષ્ફળ જઇ રહ્યું છે. અનુભવી કર્મચારીઓની સેવા લેવા હાલ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પરંતુ વરસામેડીથી રામબાગ પાણીના ટાંકા સુધીના વિસ્તારમાં વચ્ચે પાણીનો જથ્થો ક્યાંક ગરબડમાં અટવાઇ જતો હોય તેવું બની શકે તેમ છે. આ બાબતે ભાજપના પદાધિકારીઓ તપાસ કરશે તો ઘણું બધું બહાર આવી શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો