તપાસ:યુવતિની સહકર્મી દ્વારા એક વર્ષથી થતી હતી પજવણી, ડીપીટીના વાડીનાર પોર્ટનો મામલો પોલીસ સુધી પહોંચ્યો

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિનિયર ક્લાર્કે હાજરી પત્રકમાં પણ અભદ્ર ભાષામાં લખાણ લખ્યું

દીન દયાળ પોર્ટના વાડીનાર ખાતેના યુનિટમાં જેટીની ઓફિસમાં નોકરી કરતી સહકર્મી યુવતિને સિનિયર ક્લાર્ક દ્વારા પજવણી કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે. વાડીનાર મરીન પોલીસ મથકમાં આ બાબતે ફરિયાદ પણ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. દીન દયાળ પોર્ટના વર્તૂળમાં આ બનાવને લઇને ચકચાર જાગી છે. સૂત્રોમાંથીમળતી માહિતી મુજબ વાડીનારમાં આવેલ દીન દયાળ પોર્ટની ઓફિસમાં મૂળ બિહાર રાજ્યના છપરા જિલ્લાના ઇસરોલીના રહીશ અને હાલ જામનગરની પંચોટી સોસાયટીમાં રહેતા મીથીલેશ શ્યામકુમાર પાંડે કે જે સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે.

તેની સામે સહકર્મીને એકાદ વર્ષથી કામગીરીના બહાને માનસીક રીતે હેરાન-પરેશાન કરવાથી લઇને કોમ્પ્યુટરના વાયરીંગ સરખા કરવામાં તેની પાસે જઇ સ્પર્શ કરવા અને કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત વેશ્યાકહીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હોવાની ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર મામલોની વાડીનાર મરીન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હાલ ગુનો નોંધીની તપાસ પીએસઆઇ પી.ડી. વાંદા ચલાવી રહ્યા છે.

હેરેસમેન્ટની ફરિયાદ નવી નથી
દીન દયાળ પોર્ટના વર્તૂળોના જણાવ્યા મુજબ ડીપીટીમાં અગાઉ સહકર્મી મહિલા કે યુવતિને પરેશાન કરવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી ચુકી છે. ડીપીટીમાં આ અંગે મહિલાઓને રક્ષણ મળી રહે તે માટે સમિતિ પણ બનાવવામાં આવીછે. પરંતુ તેના સુધી આ મામલો જતો નથી. અગાઉ થોડા સમય પહેલા પણ કોઇ મહિલા કર્મી સાથે ગેરવર્તન થયાની ફરિયાદ ઉઠી હતી. પરંતુ મામલો સમિતિ સુધી પહોંચ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...