તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાપાર:પહેલી વાર 5 લાખ કન્ટેનર કાર્ગો હેન્ડલ

ગાંધીધામ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના કાળમાં ઘટેલી માંગ અને સપ્લાય વચ્ચે પણ ડીપીટીએ સ્થિતિ સાચવી

ગત વર્ષે તમામ ક્ષેત્રો માટે કસોટીનો ગાળો હતો, જેમાંથી પાર પડીને પોતાની સ્થિતીને જાળવી રાખવી પણ મુશ્કેલ જણાતી હતી. ત્યારે ગત વર્ષે કરતા 4.12% કાર્ગોના ઘટાડા સાથે ડીપીટીએ પોતાની સ્થિતીને જાળવી રાખવામાં સફળતા મેળવી હોવાનો દાવો ડીપીટી પ્રશાસને કર્યો હતો.

ડીપીટીના સુત્રોએ જણાવ્યું કે પોર્ટ યૂઝર્સ અને શિપિંગ બંધુઓના સમર્થન અને પોર્ટ સ્ટાફના પ્રયત્નોથી ડીપીએટીએ નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન 117.5 એમએમટી કરતા વધારે કાર્ગો સંભાળ્યા છે, કોરોના રોગચાળાને કારણે ઓછી માંગની સપ્લાયની સ્થિતી બરકરાર હોવા છતાં, ઉપરાંત પોર્ટમાં બે કાર્ગો બર્થ જાળાવણી માટે ઉપયોગમાં ના લેવાઈ ના હોવાનું ધ્યાનમાં રાખીને પણ પોતાની ક્ષમતા પુરવાર કરી છે. વર્ષ 2019-20 દરમિયાન બંદરે 122.61 એમએમટી કાર્ગોનું હેંડલીંગ કર્યું હતું, પરિણામે ફક્ત 5 એમએમટી અથવા 4.12% નો ઘટાડો થયો છે.

નાણાં વર્ષ 2020-21માં 536.30 લાખ એમટી સુધી કંડલા ખાતે ડ્રાય કાર્ગો (કન્ટેનર સહિત) નું હેંડલીંગ કરાયું હતું, જેની સરખામણીએ નાણાકીય વર્ષ 2019-20માં 10% ની વૃદ્ધિ સાથે 486.40 લાખ મેટ્રિક ટન હતું. વાડિનાર ખાતે 4% નો ઘટાડો જોવા મળ્યો હતો. નોંધ પાત્ર બાબત એવી પણ છે કે કેઆઈસીટીમાં વૈશ્વિક સ્તરે કઠિન પરિસ્થિતિ હોવા છતાં, કન્ટેનર ટર્મિનલ નાણાકીય વર્ષ 20-21માં 5.15 લાખ કન્ટેનર હેડલ કર્યા હતા. જે ગયા નાણાકીય વર્ષમાં 4.47 લાખ ટીઇયુની સરખામણીમાં વધુ છે.

ડીપીટીના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યુ કે જ્યારે કન્ટેનર હેન્ડલિંગમાં 5 લાખ પાર કરી ગયો છે. દીનદયાળ બંદર વહીવટીતંત્ર દ્વારા સંબંધિત પ્રયત્નો અને શ્રેણીબદ્ધ હકારાત્મક પહેલ, ચેરમેન એસ. મહેતા, અને નંદેશ શુક્લા, પોર્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા પોર્ટ યુઝર્સ, બોર્ડ ઓફ ટ્રસ્ટીઓ (ડીપીટી), અધિકારીઓ, કર્મચારીઓ, યુનિયનોને 117 એમએમટીના નોંધપાત્ર સીમાચિહ્નને પાર કરવા માટે તેમના સમર્થન અને સહયોગ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો