કોર્ટે અરજી નકારી:હમીરપર હત્યાકાંડના આરોપીની વૈજ્ઞાનિક ટેસ્ટની અરજી કોર્ટે નકારી

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2020માં એક જ પરિવારના 5 સભ્યોની હત્યા કરાઇ હતી

રાપર તાલુકાના હમીરપર ખાતે ગત વર્ષે મે મહિનામાં બનેલી એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યાના બનાવમાં પકડાયેલા આરોપીઓ પૈકી એક આરોપીએ ભચાઉ કોર્ટમાં કરેલી વૈજ્ઞાનિક ટેસ્ટ કરાવવાની અરજી ભચાઉ કોર્ટે નકારી હતી.

આ કેસની વિગત એવી છે કે ગત વર્ષે ના રોજ હમીરપર ખાતે એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના બનાવમાં પોલીસે પકડેલા આરોપીઓ પૈકી ભગુભા હસુભા વાઘેલાએ ભચાઉ કોર્ટમાં તા.21/5 ના રોજ લાઇ ડિટેક્શન ટેસ્ટ, નાર્કો એનાલિસિસ ટેસ્ટ અને બ્રેઇન મેપિંગ ટેસ્ટ જેવા વૈજ્ઞાનિક ટેસ્ટ કરાવવા બાબતે અરજી કરી હતી જેની યોજાયેલી સુનાવણીમાં બન્ને પક્ષોની દલીલો સાંભળી તેમજ કેસના વિવિધ મુદ્દાઓને ધ્યાને લઇ ભચાઉ કોર્ટના 9 મા એડિશનલ સેશન્સ જજ એમ.એફ.ખત્રીએ અરજદારે કરેલી અરજી નકારી હતી. સરકાર વતી ધારાશાસ્ત્રી બી.એમ.ધોળકિયા અને મુળ ફરિયાદી પક્ષે એડવોકેટ ડી.વી.ગઢવીએ હાજર રહી દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...