તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદો વકરી:ગાંધીધામ પાલિકામાં 3 વિસ્તારના લોકોનો પાણી માટે હલ્લાબોલ

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના સુંદરપુરી, ભારતનગર, ગુરૂકુળ સહિતના કેટલાય વિસ્તારોમાં પાણી મળતું ન હોવાની ફરિયાદો વકરી હતી. આજે જુદા જુદા વિસ્તારોમાંથી આવેલા ટોળાએ પાણી મળતું ન હોવાથી પાલિકા કચેરીને અંદાજે દોઢેક કલાક સુધી માથે લીધી હતી. પ્રમુખ સહિતના પદાધિકારીઓને બોલાવવામાં આવ્યા પરંતુ ન ડોકાતા લોકોમાં રોષની લાગણી પણ જન્મી હતી. આખરે પોલીસને બલાવવાની નોબત આવી હોવાની વિગત મળી રહી છે.

પાણીની સમસ્યા સર્જાતા તેનો નિકાલ આવે તે માટે પદાધિકારીઓ દ્વારા લેવામાં આવેલા પગલા પછી પાણીનું લીકેજ બંધ કરવા માટે મથામણ કરવા જતાં શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી પહોંચાડી શકાય નહીં તેવી સ્થિતિ ઉભી થઇ હતી. જાણકારોના દાવા મુજબ અંદાજે 80 હજારથી વધુ લોકોને પીવાનું પાણી આપી શકાયું ન હતું. જેમાં નવી અને જુની સુંદરપુરી, ગુરૂકુળ, આદિપુરના વિસ્તારો વગેરેનો સમાવેશ થાય છે. સુંદરપુરીના રહીશો દ્વારા નગરસેવકોને સાથે રાખીને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, આ વિસ્તારમાં ગરીબ પછાત વર્ગના લોકો વસવાટ કરી રહ્યા છે. ત્રણેક માસથી પાણીની સમસ્યા વિકટ બની છે. રબારી વાસ, ઇમામ ચોક, જોગી વાસ જેવા વિસ્તારોમાં મહિલાઓને પાણી માટે વલખા મારવા પડે છે. ગટરના પાણી સાથે ક્યાંક 10 મીનીટ પાણી આવે છે. જે પાણી પીવા લાયક ન હોવાથી કામમાં આવતું નથી. નગરપાલિકા અને કાઉન્સિલરોને રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી. ઓરમાયું વર્તન દાખવીને કાર્યવાહી થતી ન હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...