તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકરા તેવર:અડધાે એકર જમીન દબાણ મૂક્ત કરાઇ; PSL વિસ્તારમાં પ્લોટ ડીપીટીએ પાંચ વર્ષ પહેલા જ હસ્તગત કર્યો હતો

ગાંધીધામ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રોડની આજુબાજુના 30થી વધુ દુકાન, હંગામી બાંધકામ પર દીન દયાળ પોર્ટના લેન્ડ વિભાગ દ્વારા હથોડા ઝીંકાયા
 • પાલિકાનો સહયોગ વિના જ ઓપરેશન પાર પાડ્યું

દીન દયાળ પોર્ટ દ્વારા છેલ્લા કેટલાય સમયથી તેમની હસ્તકની જમીન પર થઇ રહેલા દબાણમાં યોગ્ય પગલા ભરવામાં ન આવતાં દબાણકારોને પ્રોત્સાહન મળતું હોય છે. પરંતુ હવે દબાણ દૂર કરવાની દિશામાં ડીપીટીએ આળસ મરડી હોય તેમ જણાઇ રહ્યું છે. આજે કાર્ગો પીએસએલ વિસ્તારમાં વર્ષો જૂના ખડકાયેલા 30થી વધુ દુકાનો, હંગામી બાંધકામ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. લેન્ડ વિભાગ દ્વારા કરાયેલા આ ઓપરેશનમાં એક તબક્કે લોકોનો વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો. અડધા એકર જમીન દબાણ મૂક્ત કરવામાં આવી હોવાનો દાવો પોર્ટ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યો છે.

દીન દયાળ પોર્ટની લાખો રૂપિયાની સોનાની લગડી સમાન જમીનો પર થઇ રહેલા દબાણોને લઇને અવારનવાર ફરિયાદો ઉઠે છે. દરમિયાન આજે બપોરના સમયે જ ડીપીટીનો લેન્ડ વિભાગ ત્રાટક્યો હતો. જેસીબી સહિતના કાફલા સાથે નેશનલ હાઇવે નં.141, ગાંધીધામથી કંડલા સ્પેશિયલ ઇકોનોમીક ઝોન નજીક કાર્ગો ઝૂંપડપટ્ટીમાં પીએસએલના સ્થળે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીને કારણે લોકોનાટોળા પણ એકત્ર થઇ ગયા હતા.

આ કામગીરીમાં જીવરાજ મહેશ્વરી, પૂનમ ગરવા, નૂરમામદ, શીવજી ધનજી, વિનોદ સથવારા વગેરેની સાથે જૂનિયર ઇજનેર રાજેશ ઇશરાની પણ જોડાયા હતા. અગાઉ નોટિસ આપવામાં આવી હોવાનો દાવો પણ કરાયો હતો. પોર્ટ પ્રવકતા ઓમપ્રકાશ દાદલાણીના જણાવ્યા મુજબ અડધા એકર જમીનને દબાણ મૂક્ત કરાઇ તેમાં કેબીન, દુકાન, સ્ટોલનો સમાવેશ થાય છે. 5 વર્ષ પહેલા હસ્તગત કરેલા પીએચએલના પ્લોટ વિસ્તારમાં દબાણ હટાવ્યા છે.

અન્ય દબાણો હવે હટાવવામાં આવશે
પોર્ટના સૂત્રોના દાવા મુજબ ડીપીટીની જમીન પર થયેલા દબાણો દૂર કરવા તબક્કાવાર ઓપરેશન હાથ ધરવામાં આવનાર છે. આગામી દિવસોમાં અન્ય સ્થળે પણ થયેલા દબાણો હટાવવા કાર્યવાહી થશે. જ્યારે બીજી બાજુ એક એવી પણ ફરિયાદ ઉઠી હતી કે, કેટલાક ઝૂંપડા હતા તે તોડી નાખવામાં આવતાં આ લોકોને બેઘર કરવામાં આવ્યા છે. આ ફરિયાદમાં તથ્ય ન હોવાનો ડીપીટી પ્રશાસને દાવો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો