તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂની હેરાફેરી:ભારતના પૂર્વી છેવાડે અરૂણાચલપ્રદેશથી પશ્ચિમી છેડે કચ્છ તરફ આવતો અડધા કરોડનો દારૂ ઝડપાયો !

ગાંધીધામ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • લાંબા રૂટમાં ટ્રેઇલરના ભાડાની ગણતરી કરવામાં આવે તો માત્ર એક ટન પેટે પણ અધધ રૂા. 5 લાખ ભાડાના થઇ જાય !
 • 7 થી8 રાજ્યોની સીમા પાર કરી અંદાજે 3500 કિમી મુસાફરી કરી વિરમગામ પાસે ટ્રેઇલર પકડાયું : ગાંધીધામનો બુટલેગર કોણ ?

કચ્છમાં બુટલેગરો બહારથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી મગાવતા હોવાનો પર્દાફાશ અનેક વખત થયો છે. કચ્છમાં મોટાભાગે રાજસ્થાન, હરિયાણા અને પંજાબથી વધારે માત્રામાં ગેરકાયદેસર શરાબ ઘુસાડાતો હોય છે. પરંતુ સાણંદ પાસે પકડાયેલો અડધા કરોડનો દારૂની તપાસમાં ચોંકાવનારા તથ્યો બહાર આવી રહ્યાં છે. જેમાં ભારતના પૂર્વીના સાૈથી છેવાડાના રાજ્ય અરૂણાચલપ્રદેશથી 3500 કિમીનું અંતર કાપી ચોખાના કટાની આડમાં ગાંધીધામ આવતો રૂ.54.60 લાખનો શરાબ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની એલસીબી ટીમે સાણંદ પાસે પકડી પાડ્યો હતો. ગાંધીધામ તરફ જતા કન્ટેનર ટ્રેઇલરમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે બાતમીના આધારે વીરમગામના જખવાડા નજીક વોચ ગોઠવી હતી. જેમાં બાતમી મુજબનું કન્ટેનર ટ્રેઇલર આવતાં તેમાં તપાસ કરી તો તેમાં ચોખાના કટા ભરેલા હતા. ટ્રક ચાલક ઉત્તરપ્રદેશના સાજીદઅલી અલીહસન સૈફી તથા મહમ્મદરાજીદ અલીહસન સૈફીને પુછતાં આ ચોખાનો જથ્થો ગાંધીધામ લઇ જવાતો હોવાનું જણાવ્યું હતું. કન્ટેનરની જડતી લેતાં તેમાંથી રૂ. 54,60,000 ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 13,800 બોટલો મળી આવી હતી.

આ બાબતે પકડાયેલા આરોપી સાજીદઅલીને પુછતાં અરૂણાચલપ્રદેશથી સલમાન નામના વ્યક્તિએ દારૂનો જથ્થો ભરાવ્યો હતો અને ગાંધીધામ જઇ તેણે આપેલા મોબાઇલ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો હોવાની કબૂલાત આપી હતી. અરૂણાચલપ્રદેશથી દારૂનો જથ્થો ભરીને નિકળેલું કન્ટેનર ટ્રેઇલર અરૂણાચલના હોલોંગીથી દીલ્હી, તેજપુર, ગુવાહાટી, શ્રીરામપુર, સીલીગુડી, દલકોલા, રાંચી, નાગપુર, ધુલીયા, સુરત અને અમદાવાદ થઇ વીરમગામના જખવાડા પાસે પકડાયું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ પણ આડેસર પાસે પકડાયેલો મોટો જથ્થો તેમજ ખાનગી લક્જરીમાંથી પકડાયેલો દારૂનો જથ્થો પણ ગાંધીધામના બુટલેગરનો હોવાનું ખુલ્યું હતું ત્યારે ગાંધીધામનો બુટલેગર કોણ એ તપાસમાં બહાર આવી શકે છે.

ટલા દુરથી કોઇ દારૂ શા માટે મંગાવે ?
કચ્છથી અરૂણાચલપ્રદેશ અધધ 3500 કિમી દૂર છે. આટલા દુરથી ટ્રકને આવતા અંદાજે પાંચથી છ દિવસનો સમય નિકળી જાય તેમ છે. તથા રસ્તામાં તેને 7થી8 રાજ્યોમાંથી પસાર થવુ પડે તેમ છે. તે ખુબ જ જોખમી થઇ શકે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે આટલા દુરથી કોઇ શા માટે શરાબ મંગાવે ?

સામખિયાળીથી ભરાયેલો ગાંધીધામના બુટલેગરનો દારૂ જેતપુરમાં પકડાયો
ગાંધીધામના બુટલેગરે મોકલાવેલા રૂ.42 હજારના દારૂ સાથે રાપરના ત્રણ ઇસમોને મોરબી એલસીબીએ પકડી લીધા હતા. ગત રાત્રે પેટ્રોલિંગ દરમિયાન મોરબી એલસીબીને કચ્છ તરફથી આવતી અલ્ટોકારમાં દારુનો જથ્થો છે. આ બાતમીના આધારે વો ગોઠવી બાતમી મુજબની કારને રોકી તલાસી લેતાં તેમાંથી રૂ.42,300 ની કિંમતના વિદેશી દારૂની અલગ અલગ બ્બાન્ડની 132 બોટલ મળી આવતાં રાપરના ધાણીથર રહેતા લાલાભાઇ ઉર્ફે ભાવલો મહાદેવભાઇ ભરવાડ, પલાંસવા રહેતા રાજુભાઇ વજાભાઇ ભરવાડ અને બાલાસર રહેતા શંભુભાઇ રૂખડભાઇ ડાંગર ભરવાડને પકડી લીધા હતા. પોલીસે તેમની કરેલી પ્રાથમિક પુછપરછમાં આ દારૂનો જથ્થો ગાંધીધામ રહેતા રોહિતભાઇ આહિરે સામખિયાળીથી ભરાવી દીધો હોવાની કબૂલાત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો