તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:ગુજરાત ટીટી એસો. ના સેક્રેટરી પદે કુશલ સંગતાણીની નિયુક્તિ

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
કુશલ - Divya Bhaskar
કુશલ
  • બન્યા સૌથી યુવા મંત્રીઃ પિતાના દેહાંત બાદ લીધુ તેમનું સ્થાન

ગુજરાત રાજ્ય ટેબલ ટેનિસ એસોસિએશનની વર્ચુઅલ સ્પેશિયલ જનરલ મીટીંગમાં માનદ મંત્રી તરીકે કુશલ સંગતાણીને નિયુક્ત કરાયા હતા. તેમણે દિવંગત પિતા હરેશ સંગતાણીનું સ્થાન લીધું હતું જેઓ ગયા મહિને કેન્સર સામેની લડાઈમાં હારી ગયા હતા.

જીએસટીટીએના ઉપપ્રમુખ અને સુરત ડિસ્ટ્રિક્ટ ટીટી એસો.ના પ્રમુખ પ્રમોદ ચૌધરીએ કુશલના નામનો માનદ મંત્રીના પદ માટે પ્રસ્તાવ મૂક્યો હતો, પ્રસ્ત્તાવને જીએસટીટીએના સંયુક્ત મંત્રી અને ટેબલ ટેનિસ એસોસિએશન બરોડાના મંત્રી કલ્પેશ ઠક્કરએ સમર્થન આપ્યું હતું. તમામ જિલ્લા સંગઠનોએ સર્વાનુમતે આ દરખાસ્ત સ્વીકારી અને સમર્થન આપ્યું હતું. પ્રમુખ વિપુલ મિત્રાએ કુશલની મહેનતની સરાહના કરીને જણાવ્યુંં કે ‘કુશલને તેમના દિવંગત પિતા ના કારણે આ પદ મળ્યું નથી, પરંતુ તેમણે ઘણા વર્ષોથી વહીવટી કુશળતા સાબિત કરી છે’.

કુશલ ગયા નવેમ્બરમાં જીએસટીટીએના સંયુક્ત મંત્રી તરીકે ચૂંટાયા હતા. બેઠકમાં કુશલે જણાવ્યું કે સહુના માર્ગદર્શન સાથે પિતાનો વારસો આગળ વધારવાનો પ્રયત્ન કરીશ. બેઠકની શરુઆતે 2 મિનિટનું મૌન પાળીને હરેશ સંગતાણી ને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...