કાર્યક્રમ:માનસિક સ્વાસ્થ્ય, આત્મહત્યા જેવા ગંભીર વિષય પર માર્ગદર્શન અપાયું

ગાંધીધામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મીઠીરોહરમાં કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ગાંધીધામ તાલુકાના મીઠીરોહરમાં 15 થી 18 વર્ષના કિશોર કિશોરીઓને કોરોના વેક્સિન માટે પ્રેરિત કરવા અને સહયોગી થવા તેમજ કિશોરાવસ્થામાં થતા વૃદ્ધિ અને વિકાસ તેમજ ફેરફારોને સાહજિક લેવા માટે માર્ગદર્શન અપાયુહતું. એડોલેશન હેલ્થ કાઉન્સેલરે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અને માનસિક સ્વાસ્થ્ય વિશે તેમજ એજ્યુકેટરની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઊપરાંત રેખાબેને માનસિક વિકાસ અને આત્મહત્યા જેવા સંવેદનશીલ વિષય પર કિશોરોને માર્ગદર્શન આપ્યું, જ્યારે સિદ્ધરાજ સોલંકીએ વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત ડેંગ્યૂ મલેરીયા વિશે પિયર એજ્યુકેટરો ને માર્ગદર્શન આપ્યું હતું.

તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ડી. એસ. સુતરીયા, મેડીકલ ઓફિસર ડૉ. કપિલ ગોહિલના માર્ગદર્શન હેઠળ આયોજિત પિયર એજ્યુકેટર કીટ વિતરણ અને એડોલેશન ફ્રેન્ડલી હેલ્થ કેમ્પ કાર્યક્રમમાં મેડીકલ ઓફિસર ડૉ. કપિલ ગોહિલ, સિદ્ધરાજ સોલંકી, હેલ્થ કાઉન્સેલર કાન્તિ જેપાર, રેખા માલવિયા, લખીબેન રબારી, સુનિતાબેન અને પ્રતિભાબેન, ઇમરણભાઈ અને કાન્તિભાઈ, ઝલક જાની, મહેશભાઈ, આશાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મીઠીરોહરના પિયર એજ્યુકેટરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...