વેબીનાર યોજાયો:પ્રેમભગ્નની પીડામાંથી બહાર આવવા છાત્રોને માર્ગદર્શન

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદિપુરની તોલાણી કોલેજમાં વેબીનાર યોજાયો

તોલાણી કોમર્સ કોલેજ આદિપુર દ્વારા "ઓવરકમીંગ ફ્રોમ બ્રેકઅપ' વિષય પર એક દિવસીય વેબિનાર યોજાયો હતો. જેમાં 25 છાત્રો જોડાયા હતા. કોલેજના પ્રિન્સિપલ ડો. મનીષ પંડ્યા ના માર્ગદર્શન હેઠળ યોજાયેલા વેબીનારમાં સાયકોલોજીસ્ટ ડો. ગૌરાંગ જોષી ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપના વક્તવ્યમાં ડો. જોષી દ્વારા પ્રેમભગ્ન કેઆવાજ કારણોસર છાત્રો ઘણીવાર કેટલીક પરિસ્થિતિઓનો સામનો કરે છે, જેમાં નાસીપાસ થવું, આત્મહત્યાના વિચારો, વિજાતીય આકર્ષણ, દીવા સ્વપ્ન, તથા અવાસ્તવિક ખ્યાલોમાં રહેવું સહિતની બાબતો ઉભી થાય છે.

જેનાથી અભ્યાસમાં મન ચોંટતુ નથી અને સર્વાંગી વિકાસ થતો અટકી જાય છે. આ લક્ષણોને કઈ રીતે ઓછા કરવા તેની અસરકારક સાયકોથેરાપી ટેકનીક, કલીનીકલ હિપ્નોસીસ, માઇન્ડફૂલનેશ થેરાપી, રીલેક્સેસ્ન ટેકનીક વિષે પ્રેક્ટીકલ ડેમોસ્ટ્રેસન આપ્યુ હતું. આગામી સમયમાં પણ અલગ અલગ વેબિનાર યોજાશે તેની માહિતી માટે 9427182209 પર સંપર્ક કરવા જણવાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...