તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:આવકવેરા બાદ હવે GST સક્રિય, બે સ્થળોએ સર્વે

ગાંધીધામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દિવાળીએ રેવન્યુ વિભાગોએ કર્યા શ્રી ગણેશ
 • સ્ટેટ જીએસટીની ટીમો દ્વારા કરાઇ કાર્યવાહી

ગાંધીધામમાં દિવાળીના સપરમા દિવસોના ટાંકણેજ રેવન્યુ વિભાગોને પણ દસેક મહિનાથી બંધ પડેલી કાર્યવાહીનો આરંભ કરવાનો મુડ હોય તેમ આવક વેરા વિભાગની કાર્યવાહી પુરી થયા બાદ શહેરના ગાંધી માર્કેટ પાસે અને જીઆઈડીસી વિસ્તારમાં બે સ્થળોએ સ્ટેટ જીએસટી વિભાગની ટીમે સર્વે હાથ ધર્યાનું સામે આવ્યું હતું.સુત્રોએ જણાવ્યું હતું કે યોગ્ય પ્રમાણમાં સ્ટેટ જીએસટી ન ભરણુ કરનારા બે પ્રતિષ્ઠાનો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહીમાં સ્ટેટ જીએસટીની સ્થાનિક ટીમ હોવાનું દિવાળી પહેલા સર્વેની કામગીરી આટોપી લેવાઈ હોવાનું જાણવા મળે છે. નોંધવું રહ્યું કે ગત સપ્તાહથી આવકવેરા વિભાગની વીંગ દ્વારા ગાંધીધામમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.

બેઝ ઓઈલના કારોબાર પર નજર
બેઝ ઓઈલનો ધીકતો ધંધો કાયદાકીય રીતે હવે નવી આંટીઘુટીમાં સપડાય તેવી સંભાવના તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે. નોંધવુ રહ્યું કે ગાંધી માર્કેટ નજીક આ સંલગ્ન રેવન્યુ વિભાગની ટીમે અગાઉ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો