ગ્રેજ્યુએટી:પાલિકા દ્વારા 3 કર્મીને ગ્રેજ્યુએટીની રકમના ચેક આપવામાં આવ્યા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તફાવતની રકમ દરમાસે 10 લાખની મર્યાદામાં ચુકવાશે

નગરપાલિકા ના મેલેરીયા વિભાગ ના સુપીરીયર ફીલ્ડ વર્કર નરેન્દ્ર સી.પંડયા તા.31/1/17 ના રોજ સ્વૈચ્છીક રાજીનામું, સેનિટેશન વિભાગ ના કાયમી સફાઇ કામદાર મફા ખીમા નું તા.8/3/17 ના રોજ અવસાન તેમજ સેનિટેશન વિભાગના કાયમી કર્મચારી હંસા હરીએ તા.1/9/16/ ના રોજ સ્વૈચ્છીક રાજીનામું આપ્યું હતું . નિયમ મુજબ ચૂકવણું કરવા પાલિકા દ્વારા તબક્કાવાર તફાવતની રકમ ચૂકવવા નક્કી કરાયું હતું.

કર્મચારીઓને તેમની ફરજના અંતે પાલિકાના પ્રવર્તમાન છઠ્ઠા પગારપંચ મુજબ ગ્રેજયુટીની રકમ અનુક્રમે 4,02,489, 3,04,993૩, અને 2,28 લાખ ચુકવવામાં આવી હતી. સરકારના તા.23/10/18ના હુકમથી કાયમી કર્મચારીઓને સાતમું પગારપંચ લાગુ થતાં ગ્રેજયુટીની તફાવતની રકમ અનુક્રમે જુદા જુદા કારણોસર નિવૃતી સમયની સિનીયોરીટી મુજબ કર્મચારીઓને બાકી નીકળતી તફાવતની રકમ દર માસે 10 લાખની મર્યાદામાં ચુકવવાનું નક્કી થયા મુજબ પાલિકા દ્વારા એરીયર્સના તફાવતની રકમનું ચુકવણું પાલિકાના અધ્યક્ષા ઇશીતા ટીલવાણીના પ્રયત્નોથી 14,11,038ના ચેકો કર્મચારીઓને અપાયા હતા,

જેમાં અધ્યક્ષા ટીલવાણી, બળવંતભાઇ ઠક્કર, કારોબારી સમિતી પુનિતભાઇ દુધરેજીયા દ્વારા ચેક અપાયા હતા. આ પ્રસંગે સદસ્ય તેજશભાઇ શેઠ તેમજ મુખ્ય અધિકારી દર્શનસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...