તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રમાણિકતા:સોનાની ચેઇન, 20 હજાર પ્રવાસીને પરત કર્યા

ગાંધીધામ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટ્રેનમાં પ્રવાસી બેગ ભુલ્યા બાદ જીઆરડીના 4 જવાનની પ્રમાણિકતા

ગાંધીધામ રેલ્વે સ્ટેશન પર આવેલી મુંબઇ-ભુજ સુપરફાસ્ટ એસી ટ્રેનના ચેકિંગ દરમિયાન રૂ.20,000 રોકડ અને સોનાની ચેન ભરેલી પ્રવાસીની મળેલી બેગ ચાર જીઆરડી જવાનોએ પરત કરી પ્રામાણિકતાનો દાખલો બેસાડ્યો હતો.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, આજે મુંબઇથી ભુજ તરફ જતી સુપરફાસ્ટ એસી ટ્રેન નિયત સમયે ગાંધીધામ પહોંચી હતી. તે સમયે ફરજ પર તૈનાત જીઆરપીના જવાનો રાજુભાઇ નારાયણભાઇ મહિડા, અમરદિપસિંહ કિરિટસિંહ રાણા, રામદેવસિંહ સુરપાલસિંહ ગોહિલ અને રેવાભાઇ બીજલભાઇ ટ્રેનમાં ચેકિંગ કરવા નિકળ્યા હતા. એસી સુપરફાસ્ટ ટ્રેનના એ-1 માં સીટ નંબર 7 અને 9 પર તેમને પ્રવાસીની બેગ મળી હતી.

સીટ નંબર ઉપરથી પ્રવાસીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો પ્રવાસી ગાગોદરના મદનભાઇ લક્ષ્મણભાઇ ગડા હોવાનું જાણવા મળતાં તેમનો સંપર્ક કર્યો હતો. તેઓ સામખિયાળી ઉતરી ગયા હોવાનું જણાવી આદિપુર તેમના સબ઼ધી રહે છે તેમને આપવાનું જણાવતાં આ રૂ.20,000 રોકડ અને 8 ગ્રામ સોનાની ચેન ભરેલી બેગ જીઆરડીના ચાર જવાનોએ મુળ માલીકને પરત કરી પ્રામાણિકતાનો દાખલો બેસાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો