ગાંધીધામના મહેશ્વરીનગરમાં ઘરમાં રાખેલા બાઇકમાં નુકશાન કરી રહેલા બાળકના પરિવારને સમજાવવા ગયેલા કાકા ભત્રીજીને પથ્થર મરાતાં ઇજા પહોંચી હોવાની, તો બસ સ્ટેશન પાસે કાર વચ્ચે ઉભી રાખવામુદ્દે થયેલી બબાલમાં બે વિરૂધ્ધ ગુનો નોંધાયો છે.
મહેશ્વરી ઝૂંપડપટ્ટીમાં રહેતા 30 વર્ષીય મુકેશભાઇ આલારામ મહેશ્વરીએ ગત રાત્રે એકાદ વાગ્યાના અરસામાં તેમના ભત્રીજા કરણે તેમનેઉઠાડીને કહ્યું હતું કે મનિષ મીઠુ રતડ આપણા બાઇકમાં કંઇક હરકત કરે છે. તેઓ બહાર આવ્યા કે મનિષ ત્યા઼થી ભાગ્યો હતો. આ બાબતે તેઓ તેમના ઘરે તેના પિતાને સમજાવવા ગયા તો મીઠુભાઇ લધાભાઇ રતડ,સુનિલ મીઠુભાઇ રતડ અને મનિષમીઠુભાઇ રતડે લાકડાનો ધોકો ઘા કરતાં તેમને કપાળમાં લાગ્યો હતો, પથ્થરો મારતાં તેમની 11 વર્ષીય ભત્રીજી પ્રગતિને લાગ્યો હતો. તેમણે પિતા અને બે પુત્રો વિરૂધ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
મુળ દેશલપર વાંઢાયના હાલે ગાંધીધામ રહેતા 21 વર્ષીય ભાવેશઉર્ફે નિતિન ગોવિંદભાઇ મારાજ રાત્રે 1 વાગ્યે ભાણેજીની તબિયત ખરાબ હોતાં દવા માટે પૈસા આપવાના હોઇ ખારીરોહર પૈસા લેવા જઇ રહ્યાહતા. તેઓ મુકેશ ગેસ્ટહાઉસ પાસે પહોંચ્યા ત્યારે કાર વચ્ચે ઉભેલી હોઇ દિપક ઉર્ફે ડઉચો દનિચાને કાર વચ્ચેથી લેવાનું કહેતાં ધોકાથી બાઇકમાં નુકશાન પહોંચાડી ધક બુશટનો માર માર્યો હતો. તો સામે પક્ષે સેક્ટર-7 માં રહેતા દિપક ઉર્ફે ડઉચો નરેશભાઇ દનિચાએ ફરિયાદમાં એમ જણાવ્યું હતું કે, ભાવેશ ઉર્ફે નિતિન મારાજે કાર વચ્ચેથી હટાવવાનું કહઅી બોલાચાલી કરી ધક બુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બન્ને પક્ષની ફરિયાદોના આધારે બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.