તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને આર્થિક પેકેજ આપો, ટ્રાન્સપોર્ટ ક્ષેત્રને અન્યની જેમ સહાય કરવી જોઇએ

ગાંધીધામ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના મહામારીમાં પણ ટ્રાન્સપોર્ટ સેવા ચાલુ રાખવામાં આ‌વી હતી. ક્રૂડ ઓઇલના ભાવ તળીયે પહોંચ્યા પછી પણ તેનો લાભ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મળવો જોઇએ તે મળ્યો નથી. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મંદીમાં રાહતરૂપ પેકેજની માગણી ઉઠી રહી છે. જો યોગ્ય નિરાકરણ ન આવે તો લોકડાઉન ખૂલતાં જ આ ક્ષેત્રના લોકો હડતાલ પર જાય તેવી શક્યતા છે. નાના ટ્રાન્સપોર્ટરોના પેમેન્ટ ફસાયા છે. જેને લીધે ડ્રાઇવરોના પગાર આપવામાં પણ ફાંફા પડે છે. જેમ કેન્દ્ર સરકાર બધા નોકરીયાત વર્ગ અને મજુરોને રાહત આપી તેમ ટ્રક ડ્રાઇવરોને પણ કોઇ સીધી સહાય કરવામાં આવે. ગાંધીધામ ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ એસો.ના મંત્રી હર્ષદ પ્રજાપતિએ જણાવ્યું કે, આ ઉદ્યોગમાં સીધા કે આડકતરા 20 કરોડ લોકો જોડાયા છે. લોકડાઉનમાંબે મહિનાથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વેન્ટીલેટર પર છે. કેન્દ્ર સરકાર વિશેષ આર્થિક પેકેજ જાહેર કરે જેથી દેશની ધોરી નસ ગણાતા આ ઉદ્યોગ ટકી રહે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો