કામગીરી:શિણાયમાંથી કચરાનો નિકાલ શરૂ કરાયો

ગાંધીધામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોથી પડેલા કચરાના નિકાલ માટે હાઇકોર્ટ દ્વારા અપાઇ છે સૂચના
  • પાલિકાના પદાધિકારીઓએ થઇ રહેલી કામગીરીનો તાગ મેળવવા શિણાય લેન્ડ ફીલની મુલાકાત લીધી

ગાંધીધામ નગરપાલિકાની શિણાય લેન્ડ ફીલ સાઇટ પર પડેલા ઘન કચરાનો નિકાલ કરવા મામલો હાઇકોર્ટ સુધી ગયા બાદ પાલિકા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જે એજન્સીને કામ આપવામાં આવ્યું છે તેને કચરાના નિકાલની કાર્યવાહી શરૂ કરી હોવાને લઇને કેવી કાર્યવાહી થઇ રહી છે તે જાણવા પાલિકાના પદાધિકારીઓએ ઘટના સ્થળે રાઉન્ડ પણ લીધો હતો અને માહિતી મેળવી હતી. શિણાય લેન્ડફીલ સાઇટ પર પડેલા કચરાને દૂર કરવા માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

જેને લઇને કોર્ટે કડક વલણ દાખવીને પાલિકાની નબળાઇની નોંધ પણ લીધી હતી. દરમિયાન એજન્સી નક્કી કરવા માટે પાલિકાએ કાર્યવાહી કર્યા બાદ જે એજન્સીને કામ અપાયું છે તે કોન્ટ્રાક્ટરે કામગીરી શરૂ કરી દીધી હોવાને લઇને કામગીરીનું નિરીક્ષણ કરવા માટે પાલિકાના પદધિકારીઓની ટીમે ઘટના સ્થળે પહોંચી જઇ કાર્યવાહી આરંભી હતી.

કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં પગલા ભરવા માટે પણ જરૂરી સૂચના આપવાની સાથે સાથે ઝડપી કામગીરી કરાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કામગીરીમાં પાલિકા પ્રમુખ ઇશિતા ટિલવાણી, ઉપપ્રમુખ બળવંત ઠક્કર, સેનિટેશન કમીટીના ચેરમેન કમલ શર્મા, દંડક પ્રવિણભાઇ મહેશ્વરી, પાલિકાના એન્જીનીયર અને ઇન્સ્પેક્ટરો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...