તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હાલાકી:ગાંધીધામના મહત્તમ ખાલી પ્લૉટ ડ્રેનેજ ના પાણીથી ખદબદી ઉઠ્યા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકામા ઇચ્છા શક્તિના અભાવના કારણે શહેર બની રહ્યું છે ગંદકીનું ઘર
  • ગુરુકુળ, સુભાષનગર, 7એ,બી,9એ સહિતના વિસ્તારોમાં ખાલી અને સાફ પ્લોટ મળવો મુશ્કેલ!

ગાંધીધામના મહતમ ખાલી પ્લોટ ડ્રેનેજના ગંદા પાણીના તળાવમાં ફેરવાઈ ગયા છે. તેમાંય ગુરુકુળ, સુભાષનગર જેવા વિસ્તારોમાં તો એવો પ્લોટ મળવો મુશ્કેલ છે કે જે ખાલી પણ હોય અને સાફ પણ! નગરપાલિકામાં ઇચ્છા શક્તિના અભાવના કારણે આવી પરિસ્થિતિ ની નોબત આવી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. શહેરના સુભાષનગરમાં રહેતા કોંગ્રેસના અગ્રણી વિપુલભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ગુરુકુળ, 7 એ,બી, સુભાષનગર , 9 એ વિગેરે વિસ્તારમા વરસાદી પાણી અને ગટર જે તે વિસ્તારના ખુલ્લા પ્રાઇવેટ પ્લોટ,કોમન પ્લોટ જાહેર રોડ રસ્તાની જગ્યાઓ પર તળાવમાં તબદીલ થયા છે, ગંદકી નું સામ્રાજ્ય છે, ગટર લાઈનો જામ છે પુરતી નિકાલની વ્યવસ્થા નથી, પાલીકા લાઈનો બદલવાની કામગીરી હવે કરી રહી છે તો પ્રિમોન્સુન મા શુ કર્યું ? તો વોર્ડ 8એમાં રહેતા ધવલ માંકડે જણાવ્યું હતું કે તેમના ઘરની બાજુના ખાલી પ્લોટમાં ગંદકી લાંબા સમયથી ભરાયેલી છે. ડ્રેનેજનું પાણી તેમાં વધારો કરી રહ્યું છે, જેના કારણે દુર્ગધ, મચ્છર જેવી સમસ્યાઓથી તમામ લોકો પરેશાન છે, આ અંગે પાલિકામાં ફરિયાદ કર્યા બાદ પણ કોઇ કાર્યવાહી થઈ નથી. આ પ્રકારનો અનુભવ શહેરના મહતમ લોકોને થઈ રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો