સફળતા:ગાંધીધામના મહિલા ASIને નેશનલ ખેલમહાકુંભમાં 4 ગોલ્ડ મેડલ મળ્યા

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાસિકમાં માસ્ટર આયોજનમાં મેળવી સિદ્ધી, હેડક્વાટર્સમાં છે કાર્યરત
  • 00 અને 200 મીટર દોડ,ગોળા ફેંક,ચક્ર ફેક એમ ચાર સ્પર્ધાઓમાં અવ્વલ સ્થાન હાંસલ કર્યું

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આયોજીત પ્રથમ નેશનલ માસ્ટર ખેલ મહાકુંભ સ્પર્ધામાં ગાંધીધામના મહિલા એએસઆઈએ ચાર સ્પર્ધાઓમાં અવ્વલ સ્થાન હાંસલ કરીને ચાર ગોલ્ડ મેડલ મેળવી કચ્છ અને રાજ્યનું ગૌરવ વધાર્યું હતુ.

મહિલા ASI કિંજલબેન નારાણભાઇ ખોખરીયા.
મહિલા ASI કિંજલબેન નારાણભાઇ ખોખરીયા.

ગાંધીધામ સ્થિત જિલ્લામાં પોલીસ હેડ કવાટર્સ ખાતે ફરજ બજાવતા મહિલા એ.એસ.આઇ. કિંજલબેન નારાણભાઇ ખોખરીયાએ નેશનલ સ્પર્ધમાં આયોજિત 100 મીટર દોડ, 200 મીટર દોડ, ગોળા ફેંક તથા ચક્ર ફેંક સ્પર્ધામાં પ્રથમ નંબર હાંસલ કરી 4 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. તેવો અગાઉ પણ પોલીસ વિભાગીય ડી.જી.પી. કપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે તેમજ ઓલ ઇન્ડિયા એથ્લેટીક્સ સમીટમાં ફાઇનલ સુધી પહોચી ચુક્યા છે. આ સિધ્ધી હાંસલ કરવા બદલ મહિલા એ.એસ.આઇ.ને પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલ, ના. પોલીસ અધિક્ષક વી.આર. પટેલ, રીઝર્વ પીએસઆઈ જે.બી.રમણા સહિતના પોલીસ સ્ટાફે અભિનંદન આપી પ્રોત્સાહન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...