સમસ્યા:ગાંધીધામ- આદિપુરમાં પાણીનું શિડ્યુલ ખોરવાયું, માળિયામાં યાંત્રિક ખામીને પગલે સર્જાઇ સ્થિતિ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટોરેજમાંથી પાણીનું વિતરણ કરવામાં આવ્યું

ગાંધીધામ નગરપાલિકાને પાણી માટે માત્ર એક હોવાથી નર્મદા પર આધાર રાખવો પડે છે. માળિયા પાસે યાંત્રિક ખામીને પગલે ગઈકાલે રાત્રે પાણી આવતું બંધ થઈ ગયું હતું પાણી બંધ થતા તેની સીધી અસર ગાંધીધામ અને આદિપુરમાં જે તે વિસ્તારમાં આજે પાણીનું વિતરણ કરવાનું ત્યાં પડી હતી. આ વિસ્તારમાં પાણી પૂરું પાડી શકાયું ન હતું જેટલું પાણી હતું તેમાંથી કેટલાક વિસ્તારોમાં પાણી આપીને સંતોષ માનવો પડ્યો હતો. ભર ચોમાસે લોકોને એક બાજુ રસ્તા પર પાણી ભરાવાની સમસ્યામાંથી બુમો પડે છે, તો બીજી બાજુ માટે નળ વાટે ચોખ્ખું પીવાનું પાણી મળી રહે તે માટે તરસ્યા રહેવું પડે તેવી સ્થિતિ અવારનવાર ઊભી થાય છે.

કોઈને કોઈ કારણોસર પાણીનું વિતરણ કરવામાં આવતા લોકોમાં પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ નીતિ સામે આક્રોશ વધી રહ્યો છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ માળીયા પાસે યાંત્રિક ખામી તથા પાણીનો પુરવઠો જે આવો જોઈએ તે આવી શક્યો નહોતો વરસામેડી ખાતે પંપીંગ સ્ટેશન પર પાણીનો જથ્થો ન આવતા પાલિકામાં દોડધામ મચી ગઇ હતી. ગાંધીધામમાં એકાતરે અને આદિપુરમાં ત્રણ દિવસ પછી પાણી આપવામાં આવે છે તેમાં પણ આજે જેનો વારો હતો તેવા વિસ્તારોમાં પાણી આપી શકાયું ન હતું. પાણી સમિતિના ચેરમેન સંજય ગર્ગે જણાવ્યું હતું કે, પાણીનો જે સ્ટોરેજ હતો તેમાંથી તબક્કાવાર જે તે વિસ્તારમાં પાણી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

આજે બપોર બાદ પાણીનો પ્રવાહ શરૂ થતા તેને પહોતા ચાર એક કલાકનો સમય થાય તેમ છે અને તેને લઈને 4:00 પછી જે તે વિસ્તારોમાં નક્કી થયેલા છે તેમાં પાણીનું વિતરણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, છાસવારે સર્જાતી પાણીની સમસ્યાને લઇને નગરપાલિકાના તંત્ર વાહકો પણ ગંભીરતા દાખવતા નથી. અંદરોઅંદરની ખટપટમાં રાચતા ભાજપના નગરસેવકોએ લોકોને પાણી સમયસર અને પુરતું મળે તે માટે પણ પાણી બતાવવું પડશે.

નબળા નેતાઓ પાણી બતાવે
અવારનવાર પાણી ન મળે તેવી સ્થિતિ પાછળ જવાબદાર કોણ છે તેવો પ્રશ્ન પણ હાલ ચર્ચાના એરણે ચડ્યો છે. જે તે વિસ્તારમાં પાણી આપવામાં થતી ગોલમાલને કારણે અગાઉ 2-બી પાણીના ટાંકા પર ખુદ ભાજપના જ આગેવાનો દ્વારા પાણી બતાવ્યું હતું. જેને લઇને પણ ભાજપમાં સવાલો ઊભા થયા હતા. હકીકતે નર્મદાના સ્ત્રોત પર આધાર રાખવાનો હોય તેવા સંજોગોમાં પાણીના અન્ય સોર્સ કયારે ઉભા થાય તે દિશામાં નબળી નેતાગીરી ક્યારે પાણી બતાવશે તે તો સમય આવ્યે ખ્યાલ આવશે.

અન્ય સમાચારો પણ છે...