તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:ગાંધીધામની ત્રિપુટીએ બે વેપારીને ચુનો ચોપડ્યો, અંજારના વેપારી પાસેથી ત્રીસ પંખા લીધા

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગાંધીધામમાં ઇન્ટવર્ટર અને બેટરી લઇ આપેલો ચેક પરત ફર્યા

ગાંધીધામની ત્રિપુટીએ ગાંધીધામના વેપારી પાસેથી ચેક આપી ઇનવર્ટર અને બેટરીના સેટ ખરીદી તેમજ અંજારના વેપારીને સ્કુલોમાં દાન કરવા 30 પંખા ખરીદી આપેલો ચેક રિટર્ન થતાં બન્ને વેપારીઓને રૂ.96 હજારનો ચુનો ચોપડ્યો હોવાની ફરિયાદ વેપારીઓએ પોલીસ ચોપડે નોંધાવી છે.

ગાંધીધામ નગર પાલિકા રોડ પર રોયલ રેડિયેટર્સ સેલ્સ એન્ડ સર્વિસ નામથી રેડિયેટર, ઇન્વેટર અને બેટરીનો વેપાર કરતા 30 વર્ષીય ખુબેશ હનીભાઇ પંજાબીએ ફરિયાદ નોંધાવી છે કે, તા.28/2 ના રોજ તેમના પિતા હનીભાઇ કિશનચંદ પંજાબી અને દુકાનમાં ઓફિસ વર્ક અને ફીલ્ડ વર્ક કરતા દિપિકાબેન રમણભાઇ રાઠોડ હતા ત્યારે અવાર નવાર ગ્રાહકો લઇને આવતા ઉમેશભાઇ લાલવાણી અને અમરભાઇ ઠક્કર દુકાને આવ્યા હતા અને ઇન્વર્ટર અને બેટરી લેવાના હતા તે પસંદ કરી રૂ.34,800 નું બિલ તેમણે ચેકથી પેમેન્ટ કરવાનું કહી સેન્ટ્રલ બેંકનો ચેક આપ્યો હતો.

બીજા દિવસે તા.1/3 ના ફરી અમર ઠક્કરે તેમને ઇનવર્ટર અને બેટરીના બે સેટ લેવાના છે જેની ડીલીવરી માટે રિક્ષા ચાલકને ચેક સાથે મોકલું છું કહી રિક્ષા ચાલકને મોકલ્યો હતો. જેના ચલણમાં રિક્ષા ચાલકે વિનોદ દૂબે સહી કરી જે ચેકની સહી જેવી લાગતાં શંકા ગઇ હતી . ચેક બેંકમાં જમા કરાવતાં બેલેન્સ ન હોવાને કારણે ચેક રિટર્ન થયો હતો.

તો અંજારમાં નગરપાલિકા પાસે આવેલી પરમાર ઇલેક્ટ્રીકલ્સના હિંમતભાઇ રમેશભાઇ પરમારે પણ અમર કેશવલાલ મીરાણી, ઉમેશ શાંતિલાલ લાલવાણી અને વિનોદ હરીરામ દૂબે વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે કે, આ ત્રીપુટી તા.19/3 ના રોજ તેમની દુકાને આવી હતી અને અમારે 30 પંખા સ્કુલોમાં દાનમાં આપવાના છે કહી વિશ્વાસમાં લઇ ચેકથી પેમેન્ટ આપવાનું નક્કી કર્યું હતું. ઉમેશ લાલવાણીએ અમે સારી છાપ ધરાવીએ છીએ કહી વિશ્વાસ અપાવતાં 30 પંખા રિક્ષામાં લોડ કરાવ્યા હતા.

બીજા દિવસે અમર કેશવલાલ ઠક્કર અને ઉમેશ શાંતિલાલ લાલવાણી ઇન્ડિન બેંક ગાંધીધામ શાખાનો રૂ.52,000 નો ચેક આપ્યો હતો. તા.20/3 ના તેમણે ચેક બેંકમાં જમા કરાવ્યો તો પૂરતા બેલેન્સના અભાવે ચેક પરત ફર્યો હતો. અમર ઠક્કરે તા.27/3 ના પૈસા તમને આપી દેવાશે તેવી કબૂલાત આપી હતી. તા.23/3 ના રોજ અમર ઠક્કરે તેમને મેસેજ કરી આત્મહત્યા કરૂ છું અને તેમાં તમારું નામ લખું છું તેવી ધમકી પણ આપી હતી. પોલીસે બન્ને વેપારીઓની ફરિયાદના આધારે ત્રણ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો