તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રદર્શન:નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશનમાં ગાંધીધામનો વિદ્યાર્થી ઝળક્યો

ગાંધીધામ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

તાજેતરમાં સ્ટેટ એક્ઝામીનેશન બોર્ડ ગાંધીધામ દ્વારા નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામીનેશન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં અંદાજે 3.50 લાખ છાત્રોએ ભાગ લીધો હતો. કચ્છ જિલ્લાની લગભગ તમામ સ્ટેટ, બોર્ડ અને સીબીએસઇ શાળાઓના 1200 છાત્રોએ પોતાનું પ્રદર્શન દેખાડ્યું હતું. જેમાં પ્રથમ રાઉન્ડમાં રાજ્યમાંથી અંદાજે 8000 છાત્રો વિજેતા થયા હતા. કચ્છ જિલ્લાના ચાર સ્પર્ધકોએ મેદાન માર્યું હતું. આર્ય સમાજ સંચાલીત ડીએવી સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરતા યશસ્વી આર્યાએ જિલ્લામાં દ્વિતિય સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. ટુંક સમયમાં અમદાવાદ યોજનાર અંતિમ રાઉન્ડમાં આર્યા પોતાનું પ્રદર્શન દેખાડશે. શાળાના ચેરમેન ગુરુદત્ત શર્મા, મેનેજિંગ ડાયરેકટર વાચોનીધિ આચાર્ય,  સુમન આર્યા વગેરેએ તેમને અભિનંદન પાઠવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો