તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો ચુકાદો:ગાંધીધામ પાલિકાના ઉ.પ્ર. સહિત બેને રાપરમાં 3 વર્ષની કેદની સજા

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 1994ના દેશી દારૂના કેસમાં રાપર કોર્ટનો ચુકાદો
  • CPCની કલમ 360 અનુસાર પ્રોબેશનનો લાભ આપી સુધરવાની તક આપાઇ

રાપર કોર્ટે વર્ષ-1994 નોંધાયેલા ત્રણ લીટર દેશી દારૂના કેસમાં ઓળખતા ન હોવા છતાં આરોપીનું નામ ખોટું હોવા છતાં ઓટી ઓળખ આપનાર ગાંધીધામ નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત બે ને રાપર કોર્ટે 3 વર્ષની સાદી કેદ અને દંડ સહિતની સજા ફટકારી ધાક બેસાડતો ચૂકાદો સંભળાવ્યો હતો.

વર્ષ 1994માં આરોપી ધાણેટી ગામના અરજણ ઉર્ફે અજા ભચુ આહીર રાપરના ભીમાસર (ભુટકીયા) ખાતે ત્રણ લિટર દારૂ સાથે ઝડપાયો હતો.જે-તે સમયે આરોપી અરજણે પોલીસને વાઘજી રવા આહીર હોવાનું જણાવી ખોટું નામ આપ્યું હતું. આરોપીનું નામ ખોટું હોવાનું જાણવા છતાં પણ ગાંધીધામ નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે કાર્યરત આરોપી બળવંત છગનલાલ ઠક્કર વાઘજી રવા આહીરને ઓળખતા ન હોવા છતાંય પ્રતિજ્ઞા ઉપર કોર્ટને ખોટી ઓળખાણ આપી જામીન મુકત કરાવ્યો હતો.

આ કેસ રાપરની કોર્ટમાં ચાલતાં વિવિધ દસ્તાવેજી અને મૌખિક પુરાવા તપાસી બન્ને પક્ષોની દલીલને સાંભળીને રાપરની કોર્ટના જયુડીસીયલ મેજીસ્ટ્રેટ (ફર્સ્ટ કલાસ કોર્ટ) ડો.જે.ડી.શર્માએ આરોપીઓને વિવિધ કલમો તળે તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષની સાદી કેદની સજા અને રૂ.1000નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ પાંચ દિવસની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

દરમ્યાન બચાવ પક્ષના વકીલ દ્વારા કૌટુમ્બિક અને આર્થિક જવાબદારીઓ સહિતની બાબત રજૂ કરી પ્રોબેશનનો લાભ આપવા કરેલી અરજી મુજબ ક્રિમિનલ પ્રોસીઝર કોડની કલમ 360 અનુસાર પ્રોબેશનનો લાભ આપી સુધરવાની તક આપી હતી. આપવામાં આવેલા પ્રોબેશનના સમયગાળામાં આરોપીઓ સુધરે નહીં તો આરોપીઓને ફરમાવવામાં આવતી જેલની સજા ભોગવવી જ રહેશે તેવું ચુકાદામાં જણાવાયું છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ એસ.પી.મનસુરીએ વિવિધ ચુકાદાઓ ટાંકીને ધારદાર દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...