તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:મેગા ડ્રાઈવમાં ગાંધીધામ અગ્રેસરઃ 3 હજારના લક્ષ્યાંક સામે 4521 નું રસીકરણ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંડલા ટિમ્બરના કેમ્પમાં 1500થી વધુને વેક્સિને અપાઈ

કચ્છમાં તા.26 અને 27ઓગસ્ટના યોજાયેલી મેગા વેક્સિનેશન ડ્રાઈવમાં જિલ્લામાં સર્વાધિક વેક્સિનેશન કરીને ગાંધીધામ તાલુકાએ મેદાન માર્યું હતું. અપાયેલા 3હજારના ટાર્ગેટ સામે 151% ના વધારા સાથે 4521નાગરિકોનું રસીકરણ કરાયું હતું. તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરીયાએ આરોગ્ય વિભાગની ટીમ સાથે સામાજિક સંસ્થાઓ, એનજીઓ,આગેવાનો સહિતના થકી મળતા સહયોગના કારણે શક્ય બન્યું હોવાનું જણાવ્યું હતું.નોંધવું રહ્યું કે તાલુકા આરોગ્ય કચેરી દ્વારા સોશ્યલ મીડીયાના માધ્યમ થકી સંદેશાઓ પહોંચાડવાની પહેલથી પણ ઘણી અસર પડી છે.

કંડલા ટિમ્બર એસોસીએશન દ્વારા સતત 11માં કોરોના વેક્સિનેશન કેમ્પનું ટિમ્બર ભવન અને કામખ્યા પ્લોટ સહિત પાંચ સ્થળોએ આયોજન કરાયું હતું. જેમાં રેકોર્ડ બ્રેક 1500થી વધુ વેક્સિન અપાઈ હતી. આયોજનને સફળ બનાવવા ડો રાજેંદ્ર શાહ, ડો. સુતરીયા, ડો. ચેતનાબેન, એસો. પ્રમુખ નવનીત ગજ્જર, હેમચંદ્ર યાદવ, સ્વામીનાથ દુબે, ભરત પટેલ, પ્રવીણ બંસલ, સંજીવ ગુપ્તા, ધર્મેશ જોશી,જય દુબે, સચિન બંસલ સહિતની ટીમ અને એસો. ના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...