કોર્ટનો નિર્ણય:મિલકતના કેસમાં લોન ધારકનો દાવો ગાંધીધામ કોર્ટે રદ્દ ફરમાવ્યો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એનપીએમાં ગયા બાદ બેંકે સરફેસી એક્ટ તળે મિલકતનો કબજો લીધો હતો

ગાંધીધામમાં મિલકત ગીરવે રાખી લોન લેનાર ધારક પાસેથી ખાતું એનપીએમાં ગયા બાદ બેંકે સરફેશી એક્ટ તળે મિલકત કબજે કરી કરેલી કામગીરી સામે લોન ધારકે કરેલા દાવાને ગાંધીધામ કોર્ટે રદ્દ ફરમાવ્યો હતો. આ કેસની વિગતો એવી છે કે, એએનડીએમ કોર્પોરેશને કચ્છ કલેક્ટર, પંજાબ નેશનલ બેંક વગેરે સામે જ્ઞાપન તથા કાયમી વચગાળાના મનાઇ મનાઇ હુકમની અરજી દાખલ કરી દાવો દાખલ કર્યો હતો.

આ દાવા સામે પંજાબ નેશનલ બેંકે પોતાના વકીલ વી.પી.આલવાણી મારફત સીપીસીના 7, રૂલ11 તથા સરફેસી એક્ટની કલમ 34 તળે અરજી આપી દાવા અરજી રદ્દ કરવા વિનંતિ કરી હતી. તેમણે એવી દલીલો કરી હતી કે ગીરો રાખેલી મિલકતનો કબજો લેવા હુકમ ફરમાવેલો છે. વાદ વાળી મિલકત વિજય ઇન્ડ્રસ્ટ્રિઝ પ્રા.લી. ને લોન સબંધી મિલકત બેંક પાસે ગીરો મૂકેલી છે. ઉધારકર્તા લોનની રકમ ન ભરતાં તેનું ખાતું એનપીએ કરવામાં આવ્યું હતું જેથી બેંકને સરફેસી એક્ટ તળે મિલકતનો કબજો લઇ તે વેંચવાનો હક અને અધિકાર છે. આ મેટર ડીઆરટી માં પેન્ડિંગ છે અને માત્ર ડીઆરડીને જ સત્તા છે. કલમ 34 હેઠળ સિવિલ કોર્ટની સતાને બાધ છે. જેથી સિવિલ કોર્ટને દાવો ચલાવવા સતા નથી.

લિઝ ડીડ લીગલ નથી અને તે અનફોર્સેબલ નથી વાદીને દાવો કરવાનો કોઇ હક કે અધીકાર નથી. એડ્વોકેટ વી.પી.આલવાણીની દલીલો ગ્રાહ્ય રાખી ગાંધીધામના બીજા અધિક સિનિય સિવિલ જજે વાદીની દાવા અરજી રદ્દ ફરમાવવા હુકમ કર્યો હતો. પંજામ નેશનલ બેંક વતી એડવોકેટ આલવાણી સાથે વિશાલ કાનન, શૈલેન્દ્ર માતંગ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...