ધરપકડ:ગાંધીધામના બુટલેગરનો 14.06 લાખનો દારૂ બગોદરા પાસે પકડાયો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • થર્ટી ફર્સ્ટ માટે શરાબ પહોંચે તે પહેલાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીનો સપાટો
  • ટ્રકમાં ફોમની સીટની આડમાં રાજસ્થાનથી આવી રહ્યો હોવાનું પકડાયેલા ચાલકે જણાવ્યું

રાજસ્થાનથી કચ્છ પાસિંગની ટ્રકમાં ફોમની સીટની આડમાં આવી રહેલો ગાંધીધામના બુટલેગરનો રૂ.14.06 લાખનો વિદેશી દારૂનો જથ્થો બગોદરા પાસેુ અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે પકડી 31 ડિસેમ્બરની ઉજવણી માટે દારૂ પહોંચે તે પહેલાં જ સપાટો બોલાવ્યો હતો. બગોદરા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાજકોટ હાઇવે પર પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી આવતી કચ્છ પાસિંગની ટ્રકમાં દારૂનો જથ્થો બાવળા થઇ રાજકોટ તરફ લઇ જવાઇ રહ્યો છે.

આ બાતમીના આધારે બગોદરા પાસે ટોલ ગેટ નજીક વોચ ગોઠવી ટ્રક રોકી તલાસી લેતાં ઇપીઇ ફોમની સીટોની આડમાં છુપાવેલા રૂ.14,06,400 ની કિંમતના વિદેશી શરાબની 2,304 બોટલ અને 2,544 બિયરના ટીન મળી આવતાં ટ્રક ચાલક હરીન્દરસિંગ માનસિંગ જરનેલસિંગ જાટને પકડી રૂ.1,00,000 ની કિંમતની 200 નંગ ઇપીઇ ફોમ સીટ, રૂ.5 લાખની ટ્રક, મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂ.20,13,170 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પકડાયેલા ચાલકની પુછપરછમાં આ દારૂનો જથ્થો રાજસ્થાનના અર્જુન મીણા અને કિશન તૈલીએ જયપુરથી લોડ કરાવી પહોંચાડવાના રૂ.25 હજાર આપવાનું જણાવ્યું હતું અને આ દારૂનો જથ્થો ગાંધીધામના અર્જુનસિંહ બળવંતસિંહ ચુડાસમા અને ભાવનગરના નાગદાન પ્રભુદાન ગઢવીએ મગાવ્યો હોવાનું તેણે પુછપરછમાં જણાવ્યું હતું. પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...