તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ગાંધીધામ- ભાગલપુર, ભુજ – બરેલી ટ્રેનની સેવાને વિસ્તૃત કરવામાં આવી

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિશેષ ભાડા સાથેની કચ્છ સાથે જોડાયેલી ત્રણ ટ્રેનો અંગે પશ્ચિમ રેલવેનો નિર્ણય

અમદાવાદથી પસાર થનારી સ્પેશિયલ ટ્રેનો વિસ્તૃત પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ – ભાગલપુર, ભુજ - બરેલી , ભુજ-બરેલી સ્પેશિયલ ટ્રેન સહિત પાંચ ટ્રેનોની સેવાઓને વિસ્તારાઇ છે. ડીવીઝનલ રેલ્વે મેનેજર દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ ટ્રેન ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ ટ્રેન 01 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી 2021 દરમિયાન દર શુક્રવારે 17.40 કલાકે ગાંધીધામથી ઉપડશે અને ત્રીજા દિવસે 20.15 વાગ્યે ભાગલપુર પહોંચશે. આવી જ રીતે પરત મુસાફરી પર ટ્રેન ભાગલપુર-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન 04 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી,2021 દર સોમવાર ભાગલપુરથી 05::00 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 08.00 વાગ્યે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ કોચ હશે. આ ટ્રેન સંપૂર્ણ રીતે અનામત રહેશે. તો ટ્રેન ભુજ - બરેલી સ્પેશ્યલ 02 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2021 સુધી દર સોમવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે ભુજથી 18:05 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 20:35 વાગ્યે બરેલી પહોંચશે. આવી જ રીતે, ટ્રેન બરેલી - ભુજ સ્પેશિયલ 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી,2021 સુધી બરેલીથી દર સોમવાર,બુધવાર,શુક્રવાર અને રવિવારે સવારે 06.35 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 08:50 વાગ્યે ભુજ પહોંચશે. તો ભુજ - બરેલી સ્પેશ્યલ 1 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી, 2021 દરમિયાન દર મંગળવાર, બુધવાર અને શુક્રવારે બપોરે 15.50 વાગ્યે ભુજથી દોડશે અને બીજા દિવસે 20:35 વાગ્યે બરેલી પહોંચશે. બદલામાં, બરેલી - ભુજ સ્પેશિયલ બરેલીથી 2 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી, 2021 સુધી મંગળવાર, ગુરુવાર અને શનિવારે સવારે 06.35 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 11.00 વાગ્યે ભુજ પહોંચશે. ટ્રેન નંબર 05560 અને 09451 નું બુકિંગ 01 જાન્યુઆરી તથા ટ્રેન નંબર 05046 નું બુકિંગ 02 જાન્યુઆરીથી નામિત PRS કાઉન્ટર અને IRCTC ની વેબસાઇટ પર ચાલુ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો