કોરોના સંક્રમણ:ગાંધીધામ બન્યું કચ્છનું કોરોના હોટસ્પોટ, વધુ 35 કેસ નોંધાયા

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બહારથી આવો એટલે પહેલાં ટેસ્ટ કરાવો પછી જ ઘરે જાવ
  • કચ્છમાં સર્વાધિક ખાનગી-સરકારીમાં 700 ટેસ્ટ ગાંધીધામમાં થઈ રહ્યા છે

સમગ્ર જિલ્લામાં સૌથી વધુ ઝડપે કોરોના કેસ ગાંધીધામમાં ફરી એક વાર સામે આવી રહ્યા છે, શુક્રવારે નવા 35 કેસ બહાર આવતાં કચ્છનું કોરોના હોટસ્પોટસ ગાંધીધામ બની રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. એક કારણ સર્વાધિક ટેસ્ટીંગ અને ટ્રેસીંગ પર અપાઈ રહેલું જોર હોવાનું પણ કારણભુત હોવાનું મનાઈ રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ગાંધીધામમાં બહારથી આવતા દરેક વ્યક્તિને પહેલા ટેસ્ટ કરાવીને પછી ઘરે જવાની અપીલ કરવામાં આવી રહી છે.

જિલ્લા સ્તરે સર્વાધિક ખાનગી ટેસ્ટીંગ ગાંધીધામમાં થઈ રહ્યા છે, આંકડાઓ પર નજર નાખીયે તો ભુજમાં ખાનગી રાહે 125, અન્ય તાલુકાઓમાં 5-10 તો ગાંધીધામમાં સરેરાશ રોજના 200 જેટલા ટેસ્ટ થઈ રહ્યા છે. તો સરકારી રાહે દૈનિક સરેરાશ 450 થી 500કોરોના ટેસ્ટ થઈ રહ્યા છે. આમ રોજ સરેરાશ 700 જેટલા સર્વાધિક ટેસ્ટ ગાંધીધામમાં થઈ રહ્યા છે. 35 કેસમાં પણ મહતમ ટ્રાવેલ હીસ્ટ્રી બહાર આવી છે.

સ્થાનિક સંક્રમણના કેસ પણ જોવા મળ્યા
ગાંધીધામ તાલુકામાં ગત સપ્તાહથી થયેલા કોરોના કેસ વીસ્ફોટમાં ટ્રાવેલ હીસ્ટ્રી અને પાર્ટી હીસ્ટ્રી એમ બે મુખ્ય કારણો ઉભરીને આવી રહ્યા છે. સુત્રોએ જણાવ્યું કે કેટલાક કેસોમાં એવું પણ હવે જોવા મળી રહ્યું છે કે પોઝિટિવ આવેલા વ્યક્તિના નજદીકી સંપર્કમાં આવેલા વ્યક્તિ જેમ કે પતિ કે પત્નિની કોઇ આમાની હીસ્ટ્રી ન હોવા છતાં પોઝિટિવ આવ્યા છે. બેકાળજી રાખતા વ્યક્તિ પરિવારજનો અને આસપડોસમાં પણ કોરોના ફેલાવે છે તે ચીંતાનો સબબ બની રહે છે.

અન્ય સમાચારો પણ છે...