નશાનું બદલાતું સ્વરૂપ:ગાંધીધામ- આદિપુરના સંકુલમાં નશા માટે રોજ 400 સીરપ વેંચાય છે, મેડિકલ દુકાનોમાંથી સરેઆમ વેચાણ

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • શ્રમિક વર્ગમાં નશાવાળી કેપ્સુલ લેવાનું પ્રમાણ પણ વધ્યુ
  • કબજીયાતથી નુકશાનીની શરૂઆત બાદ આંતરડાઓને અસર કરે છે

ગાંધીધામ આદિપુરમાં નશાનું સ્વરુપ હવે વાઈટ કોલર બની રહ્યું હોય તેમ તેનું વેંચાણ સરાજાહેર દુકાનોમાં પણ થઈ રહ્યું છે. આવું થવા પાછળ પોલીસ અને પ્રશાસનની વસ્તુઓ બાબતે અજ્ઞાન જવાબદાર હોવાનું કારણ જાણકાર વર્તુળો આગળ ધરી રહ્યા છે ત્યારે બરબાદી તરફ ધકેલાતા આખા વર્ગ અંગે તમામ વિભાગો મૌન કેમ સાધી શકે તે પ્રશ્ન પ્રબુદ્ધ વર્ગમાં ઉઠી રહ્યો છે.

સુત્રોએ જણાવ્યું કે ગાંધીધામ આદિપુર સંકુલમાં કેટલાક મેડીકલ સ્ટોર્સમાંથી રોજ સીરપ અને કેપ્સુલનું વેંચાણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. તેની પાછળ કોઇ મેડીકલ કારણ નહિ, પરંતુ નશા માટે થઈ રહ્યો છે. આંતરીક સુત્રોએ જણાવ્યુ કે રોજ સંકુલમાં સરેરાશ અંદાજે 400 જેટલા સીરપ અને એક પ્રકારની કેપ્સુલ વેંચાય છે. જે મહતમ મહેનતકશ કે શ્રમીક વર્ગ લે છે, જે ખરીદી કર્યા બાદ આસપાસના જાહેર શૌચાલય, પાન કે ચા ની દુકાન પાછળના ભાગે કે અવાવરુ સ્થળ પર જઈને તે સીરપ કે દવાની ગોળી ગળી લે છે.

ત્યારબાદ વ્યક્તિના શરીરની તાસીર અનુસાર તેનો નશો તેને રહે છે,સુત્રોએ જણાવ્યું કે બંધાણી શખ્સો સીરપની બે થી ચાર બોટલ ગટગટાવી જતા હોય છે અથવા એક કે કેપ્સુલ લે છે. કેટલાક કિસ્સાઓમાં બન્નેનું સાથે પણ સેવન કરતા હોવાનું જાણવા મળે છે.

વ્યક્તિ શારીરીક, સામાજિક રીતે પડી ભાંગેઃ તબીબ
આ અંગે શહેરના જાણીતા તબીબ અને વક્તા ડો. ચેતન વોરાએ જણાવ્યું કે સીરપ અને ટેબ્લેટના નશાનો બંધાણી થતો એક મોટો વર્ગ અસ્તિત્વ ધરાવે છે તે વાસ્તવિકતા છે. શરૂઆતમાં એક બે વાર કર્યા બાદ તે ધીરે ધીરે તે નશાનો બંધાણી કે ગુલામ થઈ જાય છે. તેની સતત શોધમાં રહે છે અને તેના માટે તડપે છે.

શરૂઆતમાં તેની આડઅસર રુપે કબજીયાત થાય છે, પછી ધીરે ધીરે આંતરડાઓ કામ કરવાનું બંધ કરે છે. આ દરમ્યાન વ્યક્તિ નશાના કારણે પોતાનું માનસીક સામાન્ય સ્તર ગુમાવીજ ચુક્યો હોય છે. જેના કારણે ડીપ્રેશનમાં આવે છે અને પછી ઉતેજનાનો શીકાર થઈને આપરાધીક પ્રવૃતિ તરફ વળી જાય છે. આમ આ માર્ગે જતો વ્યક્તિ શારીરીક, સામાજિક, પારિવારીક અને આર્થિક એમ તમામ રીતે કંગાલ થઈને અંત તરફ ધકેલાઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...