ક્રાઈમ:ગળપાદરના બુટલેગરની જામીન અરજી કોર્ટે નકારી

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી વિરૂદ્ધ અગાઉ 37 ગુના નોંધાયા છે
  • મેઘપર (બો)માં કટિંગ વખતે દારૂ ઝડપ્યો હતો

ગળપાદરના લીસ્ટેડ બુટલેગરનો દારૂ અંજારના મેઘપર બોરીચી પાસેથી તા.3/8 ના રોજ પકડાયો હતો. આ કેસમાં બુટલેગરે કરેલી રેગ્યુલર જામીન અરજી અંજાર કોર્ટે નકારી હતી.

આ કેસની વિગત એવી છે કે, તા.3 ઓગષ્ટ 2021 ના રોજ મેઘપર બોરીચી પાસે રિલાયન્સ પેટ્રોલપમ્પ નજીક ટ્રકમાંથી કટિંગ સમયે જ દરોડો પાડી રૂ.29.40 લાખનો મુદ્દામાલ સાથે દારૂનો જથ્થો પકડ્યો હતો જે ગળપાદરના બાગેશ્રીપામમાં રહેતા લીસ્ટેડ બુટલેગર શિવરાજસિંહ મદનસિંહ શેખાવતનો હતો. દરોડા સમયે આરોપી ભાગી ગયો હતો. આ બુટલેગરને પકડ્યા બાદ તેણે અંજાર કોર્ટમાં રેગ્યુલર જામીન માટેની અરજી કરી હતી

જેમાં એપીપી આર.એમ.પરમારે કરેલી દલીલોમાં જણાવ્યું હતું કે, દરોડા દરમીયાન ભાગી ગયેલા આ આરોપી વિરૂધ્ધ 37 ગુના પેન્ડીંગ છે. દારૂબ઼ધી તળેના ગુનાનો વિશાળ ઇતિહાસ ધરાવે છે. આગોતરા જામીન અરજી પણ રદ્દ કરવામાં આવી હતી. આ તમામ મુદ્દાઓ ધ્યાને લઇ અંજાર કોર્ટના પાંચમા અધીક સેશન્સ જજ એચ.એચ. કનારાએ આરોપીએ કરેલી રેગ્યુલર જામીન અરજી નામંજુર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...