તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કંડલા મરિન પોલીસ મથકે વર્ષ-2019 માં નોંધાયેલા વિશ્વાસઘાતના ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપી પકડાયો હતો , તો અંજારમાં ખોટા દસ્તાવેજો ઉભા કરવાના કેસમાં નાસતો ફરતો આરોપી 12 વર્ષે ઝડપાયો હતો. કંડલા મરિન પોલીસ મથકે વર્ષ-2019 માં નોંધાયેલા વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર અંજારના વરસામેડીના બાગેશ્રી ટાઉનશીપ-2 માં રહેતા મેહુલ નવિનચંદ્ર ઠક્કરને કંડલા મરિન પોલીસે પકડી લઇ કાયદેસર કાર્યવાહી કરી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ વર્ષ 2009માં ખોટા દસ્તાવેજ ઉભા કરવા સંદર્ભે વિજય નગરમાં રહેતા મુકેશભાઈ વેલજીભાઈ સોરઠીયા પર ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે ત્યારથી જ નાસતો ફરતો રહ્યો હતો. જે અનુસંધાને 12 વર્ષ બાદ ગાંધીધામ-એ ડિવિઝન દ્વારા તેને ઝડપી લેવામાં આવ્યો હતો અને બાદમાં આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસને સોંપવામાં આવ્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.