તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સામખિયાળી પાસેથી રૂા. 2.80 લાખના બાયોડીઝલના જથ્થાને જપ્ત કરતી LCB

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટાંકા, મોટર, મશીન સહિત કુલ 3.97 લાખનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો

પુર્વ કચ્છની લોકલ ક્રાઈમ બ્રાંચે સુરજબારી ટોલનાકા પાસેથી બાયોડીઝલ (પેટ્રોલીયમ પ્રવાહી) નો 2.80 લાખનો જથ્થો ઝડપાયો હતો. જે બાબતે સોહિલ હારુનભાઈ ડાઢીયા (ઉ.વ.30) (રહે. પાટીયાળી, તા. ગોંડલ, રાજકોટ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી.

એલસીબીના સુત્રોએ જણાવ્યું હતું કે બાયોડીઝલના ગેરકાયદેસર વેંચાણ અને કારોબાર અંગે તેને ઝડપી પાડવાના પ્રયાસોમાં હતી દરમ્યાન મળેલી માહિતી અનુસાર સુરજબારી ટોલનાકા પાસે આવેલા સાગર આઈ માતા હોટલ બાજુમાંથી લોખંડના ટાંકામાં પેટ્રોલીયમ પ્રવાહી હોવાની જાણકારી મળતા એલસીબીએ દરોડો પાડીને ટાંકામાંથી 4 હજાર લીટર, કે જેની કિંમત 2.80 લાખ થવા જાય છે, તે જથ્થા સાથે ટાંકો, મોટર અને નોઝલ મશીન મળીને કુલ 3.97 લાખની કિંમતનો મુદામાલ ઝડપી પાડ્યો હતો. આ કામગીરીમાં એલસીબી પીઆઈ એસ.એસ. દેસાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...