એક તરફ જ્યારે કોરોના કેસોમાં વધારો થઈ રહ્યાની વિગતો પ્રસરી રહી છે ત્યારે બુસ્ટર ડોઝને લઈને સરકારની ઉદાસીનતા ઉડીને આંખે વળગે તેવી થઈ છે. 18 થી 60 વર્ષની આયુ ધરાવતા લોકોને બુસ્ટર ડોઝ લેવાનો સમય થઈ ગયો હોવા છતાં રુપીયા આપતા પણ તે હાલ મળી નથી રહ્યા, કેમ કે હજી સુધી કોઇ ખાનગી હોસ્પિટલો સાથે જોડાણ કરવામાં પ્રશાસન નાકામ રહ્યુ છે.કોરોના કાળમાં વેક્સીનના પ્રથમ અને બીજો ડોઝ સહુને વિનામુલ્યે સરકાર દ્વારા અપાયો હતો, હવે બુસ્ટર ડોઝ આપવાના સમયે 60થી ઉપરનાને નિઃશુલ્ક પરંતુ તે નીચેનાને ખાનગી હોસ્પિટલોથી ખરીદીને લગાવવા પડશે તેમ જણાવાયું હતું.
પરંતુ આટલો સમય વિત્યા છતાં ગાંધીધામ કે કચ્છ આખામાં કોઇ ખાનગી હોસ્પિટલમાં પણ બુસ્ટર ડોઝ અપાઈ નથી રહ્યો. હાલ માત્ર 18 થી નીચેના અને 60થી ઉપરનાઓ માટે નિઃશુલ્ક ડોઝ અપાઈ રહ્યા છે. અન્ય રાજ્યોમાં બુસ્ટર ડોઝ વિનામુલ્યે આપવાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે અહિ કોની રાહ જોવાઈ રહી છે અને સ્વખર્ચે પણ લોકો લઈ શકે તેવી સગવડ પણ નથી કરાઈ રહી ત્યારે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.