વિવાદ:ડીપીટીના બે કર્મીઓ સામે પગલા ભરવામાં ઠાગાઠૈયા

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટરની સ્યુસાઇડ નોટનો વિવાદ

ધીરજ સોલંકી નામના કોન્ટ્રાક્ટરે આત્મહત્યા કરી હતી. સ્યુસાઇડ નોટમાં વ્યાજખોરીના ત્રાસ લઇને આ પગલું ભરાયું હોવાનું જણાયું હતું. પોલીસની તપાસ ચાલી રહી છે. બીજી તરફ અંદાજે અઠવાડીયા પહેલાના આ બનાવમાં ડીપીટી પ્રશાસન શું કામગીરી કરી રહી છે તે જાણવાનો પ્રયત્ન કરતા ચીફ ઇજનેર પાટીલે એક કર્મચારી રજા પર ગયો છે અને પ્રોસીજર ચાલું હોવાનો દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આવી રીતે કોઇ સામે એફઆઇઆર થતી હોય ત્યારે જે તે કર્મચારી સામે પગલાના ભાગરૂપે તેને સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે. એફઆઇઆરની કોપી પોલીસ દ્વારા જે તે સરકારી વિભાગને મોકલી દેવામાં આવતી હોય છે. જેના આધારે આ કામગીરી કરવામાં આવતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...