છેતરપિંડી:શિપિંગ કંપની પાસે નિકાસ કરાવી 7.04 લાખની ઠગાઇ

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અમદાવાદની કંપની સામે ગાંધીધામમાં ગુનો

ગાંધીધામની શિપિંગ ક઼પનીને નિકાસ કરવાનો કોનટ્રાક્ટ આપી નિકાસ કરાવ્યા બાદ અમદાવાદની કંપનીના સંચાલકે રૂ.7.04 ન આપી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. મુળ પાટણના હાલે અંજાર રહેતા અને ગાંધીધામ ખાતે ફોર્ચ્યુન શિપિંગ સર્વિસ કંપનીના નામે શિપિંગના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમની મુન્દ્રા અને અમદાવાદ ખાતે ઓફિસો આવેલી છે.

વર્ષ-2018 માં અમદાવાદના થલતેજ ખાતે આવેલી મેસર્સ નૂપુર મર્ચડાઇસ પ્રા.લી. ના માલિક વિજય હનુભાઇ બાલિયાએ તેમનો સંપર્ક કરી ગાંધીધામ પણ આવ્યા હતા અને તેમને હમદ પોર્ટ કતાર ખાતે નિકાસ કરવાનો કોન્ટ્રાક્ટ આપવાની વાત કરતાં જે પ્રમાણે નક્કી કરાયું હતું ફર્વડિંગ કરાયું હતું જેના પેટે તેમને લગ અલગ તારીખના બીલો પણ આપવામાં આવ્યા હતા.

કુલ નિકળતા રૂ.13,09,111 પેટે રૂ.2,91,411 તા.13 જુલાઇ 2018 ના જમા કરાવ્યા હતા. તા.5 સપ્ટેમ્બર 2019 ના રૂ.1,00,000 જમા કરાવ્યા હતા . પ,રંતુ છેલ્લેુ બાકી નિકળતા રૂ.7,04,888 માટે અવાર નવાર ઉઘરાણી કરવા છતાં ન આપી વિશ્વાસીઘાત કર્યો હોવાનું તેમણે ફરીયાદમાં જણાવ્યું છે. ફરીયાદના આધારે બી-ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ શમશુભાઇ બારીયાએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...