ઠગાઈ:અંજારમાં ટ્રાન્સપોર્ટર પાસેથી બે ટ્રક લીધા બાદ 12.40 લાખની છેતરપિંડી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સુમરાસરનો ઇસમ રૂપિયા ન દેતો હોઇ ફાઇનાન્સ કંપની તેમની પાસે ઉઘરાણી કરે છે

અંજારના ટ્રાન્સપોર્ટર પાસેથી સુમરાસરના ઇસમે બે ટ્રકનો સોદો કર્યા બાદ બાકી નિકળતી રૂ.12.40 લાખ આજ દિવસ સુધી ન આપી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ ટ્રાન્સપોર્ટરે અંજાર પોલીસ મથકે નોંધાવી છે. અજેપાળદાદાના મંદિર પાસે રહેતા 34 વર્ષીય ટ્રાન્સપોર્ટર બાબુભાઇ વેલજીભાઇ આહિરે નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યુ઼ હતું કે, ગત તા.24/6/2021 ના રોજ ભુજ તાલુકાના સુમરાસર ગામ રહેતા સુમરા મામદ ઇસ્માઇલને પોતાની માલિકીની બે ટ્રકો વેંચાણે આપી હતી. રૂ.15,40,000 માં નક્કી થયેલા સોદામાં ભુજના કોડકી રહેતા કાસમ આદમ રાયમાની સાક્ષીમાં ગાંધીધામ ખાતે એડવોકેટ પાસે નોટરી કરવામાં આવ્યુ઼ હતુ઼.

તેમણે સુથી પેટે રૂ.2,80,000 રોકડા આપી લખાણમાં ત્રણ લાખ બતાવી હોઇ બાકીની નિકળતી રકમ રૂ.12,40,000 તા.5/8/2021 સુધીમાં ચૂકવી દેવાનું નક્કી કરાયું હતું. આ રકમ ચૂકવ્યા બાદ ઓરિજિનલ આરસી બુક અને જરૂરી કાગળો આપવાનું નક્કી કર્યું હતું તે પ્રમાણે આ તમામ દસ્તાવેજો તેમની પાસે છે. અનેક વખત આજ દિવસ સુધી ઉઘરાણી કરી પરંતુ ન ચૂકવતાં હવે ફાઇનાન્સ કંપનીના બાકી હપ્તા માટે તેમને ફોન આવી રહ્યા છે. આ બાકીની રકમ રૂ.12.40 ન ચૂકવી વિશ્વાસઘાત કરનાર સુમાર મામદ ઇસ્માઇલ વિરૂધ્ધ અંજાર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...