જો રસ્તામાં ફોન આવે તો ઉઠાવતા સાચવજો:14 દિવસમાં ચીલઝડપની ચાર ઘટના

ગાંધીધામ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્પોરેટ પાર્ક પાસે પ્રૌઢ વાત કરે તે પહેલાં મોબાઇલ ઝૂંટવાઇ ગયો
  • પોલીસ ચોપડે ન ચડતી ઘટનાઓનો આંકડો ઘણો વધુ : આરોપીનો પીછો કરાયો પણ થોડે આગળ બાઇક પર ઉભેલા સાગરિત સાથે ભાગી ગયો

જો તમે રસ્તામાં હો અને ફોન આવે તો સાચવીને ફોન પર વાત કરજો નહિંતર તમારા હાથમાંથી ચીલ ઝડપની ઘટનાઓને અંજામ આતી ટોળી ફોન છીનવી ચીલઝડપનો શિકાર બનાવી શકે છે કારણ કે, ફેબ્રુઆરી માસના 14 દિવસમાં જ સંકુલમાં ચેઇનસ્લેજિંગની ચાર ઘટનાઓ પોલીસ ચોપડે ચડી ચૂકી છે. ગત સાંજે પણ આવા એક બનાવમાં કોર્પોરેટ પાર્ક પાસે અજાણ્યા નંબર ઉપરથી આવેલો ફોન પ્રૌઢ ઉપાડે તે પહેલાં જ તેમની પાછળ ઉભેલો શખ્સ તેમનો મોબાઇલ છીનવી ભાગ્યો હતો. આ શખ્સનો તેમણે પીછો કર્યો હતો પરંતુ આગળ બાઇક પર ઉભેલા તેના સાગરિત સાથે ફરાર થઇ ગયો હતો.

મુળ પશ્ચિમ બંગાળના હાલે શક્તિનગરમાં રહેતા 58 વર્ષીય જગદિશભાઇ પ્રાણરંજન હલદાર ગત સાંજે કોર્પોરેટ પાર્ક ખાતે કંપનીની મિટિં પૂર્ણ કરી પોણા સાતના અરસામાં પોતાની એક્ટિવા પાસે જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા નંબર ઉપરથી કોન આવતાં તેમણે ફોન ઉપાડ્યો હતો પણ સામેથી કોઇ અવાજ આવતો ન હતો. તે દરમીયાન જ તેમની પાછળ ઉભેલો એક શખ્સ તેમના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી ભાગ્યો હતો. તેઓ એ શખ્સની પાછળ દોડ્યા હતા પરંતુ થોડે દૂર બાઇક પર સવાર તેના સાગરિત સાથે ફરાર થઇ ગયો હતો.

પોતાનો રૂ.15,000 ની કિંમતનો મોબાઇલ છીનવી ચીલઝડપને અંજામ આપનાર બે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઇ શમશુભાઇ બારીયાએ વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ફેબ્રુઆરી માસના 14 દિવસમાં ચીલ ઝડપની ચાર ઘટનાઓ પોલીસ મથકે નોંધાઇ ચુકી છે. આ ગેંગ તાત્કાલિક પકડાય અને ધાક બેસાડતી કામગીરી કરાય તેવી માંગ ઉઠી રહી છે.

આ માસના 14 દિવસ દરમિયાન આ ઘટનાઓ બની
1 તા.3/2 ના અપનાનગર ચાર રસ્તા પાસે સ્કુટર લઇને જઇ રહેલા મહિલાના ખભા ઉપર લટકતા પર્સને છીનવી બે બાઇક સવાર ઇસમોએ મોબાઇલ અને રોકડ સહિત 45,000 ની ચીલ ઝડપને અંજામ આપ્યો હતો. આ ઘટનાને અંજામ આપનાર બે પેકી એક આરોપીને પોલીસે પકડી
લીધો છે.
2 તા.10/2 ના રોજ રાત્રે ગુરુકુળ વિસ્તારમાં પોતાનું કામ પુર્ણ કરી મોબાઇલ પર વાત કરતાં કરતા પગપાળા જઇ રહેલા શ્રમિકના હાથમાંથી બાઇક પર આવેલા બે ઇસમોએ ચેઇન સ્લેજિંગની ઘટનાને અંજામ આપ્યો હતો.
3 તા.12/2 ના રોજ મિત્ર સાથે જમીને ઓસ્લો રોડ પર પગપાળા જઇ રહેલા યુવાનના હાથમાંથી બાઇક પર આવેલા બે અજાણ્યા ઇસમોએ મોબાઇલ છીનવી ચીલ ઝડપને અંજામ આપ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે ચડી ચુકી છે.

હવે આ ટોળી અવાવરૂ નહીં ભીડભાડમા઼ પણ ઘટનાને અંજામ આપી દે છે
ગાંધીધામ સંકુલમાં ઘણા સમયથી ચીલઝડપને અંજામ આપતી બાઇકર ગેંગ પહેલાં નેક્સસ ક્લબ પાછળનો વિસ્તાર કે રેલ્વે સ્ટેશન નજીકના અવાવરૂ સ્થળ ઉપર આવી ઘટનાને અંજામ આપતા રહેતા હતા. પરંતુ હવે આ ગેંગને જાણે કોઇ ડર રહ્યો જ ન હોય તે રીતે અપનાનગર ચાર રસ્તા, ઓસ્લો રોડ, ગુરૂકુળ વિસ્તાર જેવા ધમધમતા વિસ્તારોમાં પણ ચેઇન સ્લેજિંગને અંજામ આપી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે.

અન્ય સમાચારો પણ છે...