મુંન્દ્રા પોર્ટથી જપ્ત 3 ટન ડ્રગ્સના જંગી જથ્થાને સીઝ કરીને કંડલા અને ત્યાં સ્ટોરેજ ખુટી પડતા ત્યારબાદ કેટલોક જથ્થો બીએસએફના સુરક્ષિત ક્ષેત્રમાં ખસેડવામાં આવ્યો હતો. તો ગાંધીધામથી આ કન્સાઈમેન્ટના ફોરવર્ડીંગ સાથે જોડાયેલા એક શખ્સને ઉઠાવાયો હોવાનું જાણવા મળે છે. જોકે, તેને સતાવાર સમર્થન મળ્યું નહતું.
મુંદ્રા પોર્ટથી ઝડપાયેલો વિક્રમી હેરોઈન ડ્રગ્સનો 3 ટન જથ્થો કે જેના આંતરરાષ્ટ્રીય બજારની કિંમત અનુસાર એક કિલોના 5 કરોડની કિંમત ગણના કરતા કુલ 21 હજાર કરોડનો જથ્થો સીઝ કરીને કંડલા અને બીએસએફના સુરક્ષિત ક્ષેત્રમાં રખાયો હોવાનું જાણવા મળે છે. તો જપ્ત જથ્થાની શુદ્ધતા અંગે દિલ્હીની મુખ્ય લેબોરેટરીની રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે.
બીજી તરફ આ પ્રકરણમાં ચેન્નઈથી આયાતકાર દંપતી એમ. સુધાકર અને દુર્ગા વૈશાલીની ધરપકડ કરીને ભુજની જેલ હવાલે કરાયા બાદ, દિલ્હીથી બે અફઘાનિસ્તાની અને અન્ય એક વ્યક્તિની આ પ્રકરણમાં સંડોવણી માટે અટકાયત કરાયાનું સામે આવ્યુ હતું. તો હવે ગાંધીધામથી આ કન્સાઈમેન્ટની બુકિંગ કરનારા ફોરવર્ડીંગ સાથે જોડાયેલા એક શખ્સને પણ તપાસાર્થે રાતોરાત ઉઠાવાયો હોવાનું જાણવા મળે છે. આ સાથે અત્યાર સુધી કુલ અટકાયતનો આંકડો 6 એ પહોંચ્યો છે અને હજી પણ વધશે તેવી સંભાવના સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.
અફઘાનિસ્તાનથી આવેલા અન્ય ત્રણ કન્ટેનરને કસ્ટમે રોક્યા, અંદરથી છોડ નિકળ્યા
અફઘાનિસ્તાનથી આવેલા કન્ટૅનરમાંથી જંગી ડ્રગ્સનો જથ્થો મળ્યા બાદ ઉંઘતા ઝડપાયેલુ મુંદ્રા કસ્ટમ વિભાગે સોમવારે અફઘાનિસ્તાનથી આવેલા ત્રણ કન્ટૅનર રોકાવ્યા હતા. જેની તપાસ કરતા તેમાંથી હર્બલ ઉપયોગમાં આવતા પ્લાંટ્સ રુટસ, છોડ સહિતની સામગ્રી મળી હતી. પરંતુ તેમાંથી કાંઈ શંકાસ્પદ મળ્યું નહતું.
મુન્દ્રા હેરોઈન સીઝર પ્રકરણમાં ઈડીએ મની લોન્ડરીંગની તપાસ આરંભી
દેશની મહત્વપુર્ણ એજન્સી ડીઆરઆઈએ અત્યાર સુધીના સૌથી મોટા ડ્રગ્સ સ્મગલીંગ પ્રકરણનો મુંદ્રા પોર્ટ પર પર્દાફાશ કર્યા બાદ આખા દેશની નજર આ અંગે ચાલતી તપાસ પર લાગેલી છે. તો અફઘાનિસ્તાન અને તાલીબાનના કનેક્શનના કારણે એનઆઈએ આ તપાસમાં જંપલાવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાતી હતી, તે વચ્ચે ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટ (ઈડી) એ પણ આ અંગે મની લોન્ડરીંગની દિશમાં તપાસની શરૂઆત કરીને જંપલાવી દીધુ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
રાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યાઃ કોંગ્રેસે કહ્યું ગંભીર પ્રકરણ
કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ મુંદ્રા ડ્રગ્સ જપ્તી મામલે નિવેદન આપતા કહ્યું કે ફીલ્મ ઉધોગોમાંથી કોઇ પાસેથી નાનું મોટુ ડ્રગ્સ ઝડપાય તો પણ ભારે હલ્લો થાય છે, પરંતુ આટલા જંગી માત્રામાં મુંદ્રા પોર્ટથી જથ્થો ઝડપાયો તો પણ કેમ ગુજરાતથી આવતા રાષ્ટ્રીય નેતાઓ કાંઈ નથી કહેતા?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.